એકવાર – કાજલ ઓઝા-વૈદ્ય

એકવાર – બસ એકવાર…

તું

મારી અંદર ફેલાતો જા !

.

આંખનું કાજળ – હોઠની રંગત

સાથે લઈને રેલાતો જા.

સુક્કા-સુક્કા તતડી ગયેલા,

અંગ ઉપર

તું

છાલક થઈને,

’છપાક’ દઈને, વાગ જોરથી…

.

રોમ રોમ પર

ફીણફીણ થઈ વિખરાતો જા.

બંને કાંઠા તોડી નાખી,

બસ, ધસમસતો વહી આવ તું.

બુંદ બુંદ થઈ, આખેઆખો

મારી અંદર ઠલવાતો જા.

અંગઅંગને ભીંસ દઈને

ચૂર – ચૂર કર.

.

લોહીના લયમાં ભેળવી દે તું …

રંગના કૂંડાં ભરીભરીને,

કમખા ઉપર ચિતરાતો જા.

બત્રીસ કોઠે દીવા થઈને

મારી અંદર ઝળહળતો જા.

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

4 thoughts on “એકવાર – કાજલ ઓઝા-વૈદ્ય

  1. કાજલ ઓઝા વૈદ્ય – હોનહાર કવિયત્રી અને આધુનિક નારીની વેદનાને વાચા આપતા લેખીકા છે. તેમને ભાવનગર સાંભળવાની તક મળી હતી.

    Like

  2. કાજલ ઓઝા વૈદ્ય – હોનહાર કવિયત્રી અને આધુનિક નારીની વેદનાને વાચા આપતા લેખીકા છે. તેમને ભાવનગર સાંભળવાની તક મળી હતી.

    Like

Leave a reply to ક્રિષ્ના Cancel reply