કાગળ લખી મોકલ – ડો. નીલા ઠાકર-જાની

એકાંત ભીંસે છે મને, કાગળ લખી મોકલ

તું મુક્ત દીસે છે મને, કાગળ લખી મોકલ

.

શ્વાસોને ગણવા કેમ ? ના સમજાય કેમ લખું ?

દિવસો ઘણાં વીત્યા છે, તું, કાગળ લખી મોકલ

.

મારી ઉદાસ સાંજ તો પત્ર બની છે ક્યારથી

પરોઢની વ્યગ્રતાથી તું, કાગળ લખી મોકલ

.

હું ય ક્યાં આંસુભીનો કાગળ નથી લખતો ?

અક્ષરથી નહીં કોરાશથી, કાગળ લખી મોકલ

.

( ડો. નીલા ઠાકર-જાની )

Share this

3 replies on “કાગળ લખી મોકલ – ડો. નીલા ઠાકર-જાની”

Leave a Reply to ક્રિષ્ના Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.