હું તરસનો ટાપુ – યાકુબ પરમાર
હું તરસનો ટાપુ
એમાં તળાવ તું
ગૂંચ આ તરસની
ઉકેલી બતાવ તું
.
મારા અણુ અણુ આ,
વ્યાપી વળે, સતાવે
ક્યાંથી તને જરી પણ
પ્રસરી જવાનું ફાવે ?
આ તપ્ત રણના પટમાં
ભીનો બનાવ તું.
.
આભાસ પાથરીને
મૃગજળ તને પજવશે,
શાતા બનીશ તોયે
આંધી તને ચગળશે
પ્યાલા ધરું તરસના
લે ગટગટાવ તું
.
( યાકુબ પરમાર )
તરસ્યા તો અમે પણ ઘણાં અને એવા અધીરિયા પણ ખરાં…
તરસ્યા તો અમે પણ ઘણાં અને એવા અધીરિયા પણ ખરાં…