કાળો સૂરજ – રીના મહેતા Jul5 મારી જમણી તરફની દીવાલ પાછળ દારુડિયો ધણી પોતાની બૈરીને મા-બહેન સમાણી ગાળો દેતો રોજ કકળાવે છે. ડાબેની દીવાલે માંદલી, આધેડ બાયડીનું માથું અફાળતો વર એને છૂટી ખુરશી મારવા દોડે છે. સામેના બારણે ચાર મહિના પહેલાં પરણેલી વહુને એનો પતિ માની ફરિયાદે ધબોધબ ધીબી નાખી કહે છે : તારા બાપને ઘેર ચાલી જા. ત્યારે રાતના અંધારામાં એમના ભેગી મારી આંતરડી એવી તો કકળે છે કે સવારે પાછલી ઉઘાડી પૂર્વ દિશામાં ઊગેલો લાલ સૂરજ મને કાળો લાગે છે. . ( રીના મહેતા )
સુંદર !