Skip links

એટલું તો કર – કિસ્મત કુરેશી

ભૂલ્યો હું ત્યાંથી પાછો ગણું, એટલું તો કર,

રેતી ઉપર ન ઘર હું ચણું, એટલું તો કર.

 .

દિલ મારું ગૂંચવાય છે શબ્દોની જાળમાં

મુજ દર્દ  મૌનમાં હું વણું, એટલું તો કર.

 .

મારે ક્યાં કોઈ આંખ તણી કીકી થાવું છે ?

કો’આંખનું ન માને કણું, એટલું તો કર.

 .

ઠંડે કલેજે કીધાં ઘણી લાગણીનાં ખૂન,

મારું અહમ હવે તો હણું, એટલું તો કર.

 .

પૂછે તું, ‘હા’ કહી હું ધરી દઉં છું ખાલી જામ,

એકાદ વાર ‘ના’ હું ભણું, એટલું તો કર.

.

ઊગમણું લાખ યત્ને યે किस्मतમાં ના રહ્યું,

ના ખૂંચવાય આથમણું, એટલું તો કર.

 .

( કિસ્મત કુરેશી )

Leave a comment

  1. માફ કરજો કુરેશીભાઇ.. પણ આ ગઝલમા રદિફ અને ગઝલના ભાવનો કોઇ તાળો મળતો નથી.. ગણું.. ચણું વગેરે.. જ્યારે તમે જ ખુદ ગઝલના નાયક છો તો .. પછી.. એટલું તો કર ..એ રદિફ કોના સંદર્ભમા છે.. એટલું તો કરવું પડે..અથવા તો એટલું તો કરીશ.. આવી કોઇ વાત આવે તો ગઝલના ભાવમા રદિફ ઓગળે.. મારી વાતને ટીકા રુપે ન ગણતા પણ મને ગઝલની ગહેરાઇ જાણવામા રસ છે તેથી જ આ કોમેંટ મૂકી છે. જવાબ મારા ઇ મેલ પર આપશો તો પણ ચાલશે.. આભાર

  2. માફ કરજો કુરેશીભાઇ.. પણ આ ગઝલમા રદિફ અને ગઝલના ભાવનો કોઇ તાળો મળતો નથી.. ગણું.. ચણું વગેરે.. જ્યારે તમે જ ખુદ ગઝલના નાયક છો તો .. પછી.. એટલું તો કર ..એ રદિફ કોના સંદર્ભમા છે.. એટલું તો કરવું પડે..અથવા તો એટલું તો કરીશ.. આવી કોઇ વાત આવે તો ગઝલના ભાવમા રદિફ ઓગળે.. મારી વાતને ટીકા રુપે ન ગણતા પણ મને ગઝલની ગહેરાઇ જાણવામા રસ છે તેથી જ આ કોમેંટ મૂકી છે. જવાબ મારા ઇ મેલ પર આપશો તો પણ ચાલશે.. આભાર

  3. તમે કહો એ બધું કરીએ ને…ના જ ક્યાં પડી છે કોઈ વાત માં કદીય તમને.

  4. તમે કહો એ બધું કરીએ ને…ના જ ક્યાં પડી છે કોઈ વાત માં કદીય તમને.