મારા ફળિયામાં આવ્યા હરિ – રમેશ પારેખ
૨.
મારા ફળિયામાં આવ્યા હરિ
મને અણથક આંખોથી દેખતી કરી.
.
મારી ધૂળભરી ઓસરીમાં બેઠા
મારે કાજ અસખ કેવાં વેઠ્યાં !
હું તો નઘરોળ લાજી મરી…
.
હરિને જોયા આંસુની સોંસરા
હરિ બોલ્યા : ‘ના થઈએ અણોસરા
કદી ખોઈએ નહીં ખાતરી…’
.
૩.
મારા ઓરડામાં આવ્યા હરિ
મને આંખોથી ચાખીને એંઠી કરી
.
મારાં કુંવારકા વ્રત બટક્યાં
હરિ રુંવે રુંવે એવું ચટક્યા
એની સોડે અવશ હું સરી…
.
હું તો આંસુની ખારી તલાવડી
ઓહો, તરસ્યું હરિવરને આવડી !
એણે હોઠ ઝપ્પ દીધા ધરી…
.
( રમેશ પારેખ )
.
[આ ઝુમખાનું “મારા સપનામાં આવ્યા હરિ” અને “મારા રુદિયામાં આવ્યા હરિ” અન્ય બ્લોગ પર પોસ્ટ થઈ ગયેલ હોવાથી અહીં ફરી મૂકતી નથી.]
હરિ પ્રત્યે આવી અનન્ય નિષ્ઠા હોય તો હરિને પણ અવશપણે આવવું પડે છે.
હરિ પ્રત્યે આવી અનન્ય નિષ્ઠા હોય તો હરિને પણ અવશપણે આવવું પડે છે.
Nice.
Nice.
Permalink
Permalink