અજવાળું બહુ ડંખે છે, લે દીવો હોલવ !
આંખ તમરાને ઝંખે છે, લે દીવો હોલવ !
.
ટેરવડાં શૃંગાર સજે, લે દીવો હોલવ !
સ્પર્શોની શરણાઈ બઝે, લે દીવો હોલવ !
.
કાળી ઈચ્છા મરકે છે, લે દીવો હોલવ !
લોહીમાં કંઈ ફરકે છે, લે દીવો હોલવ !
.
પછી આપણે ઝળહળશું, લે દીવો હોલવ !
એક-બીજામાં ખળભળશું, લે દીવો હોલવ !
.
હશે ધવલતમ અંધારું, લે દીવો હોલવ !
તારું-મારું સહિયારું, લે દીવો હોલવ !
,
( કરસનદાસ લુહાર )
હું આવું એટલી વાર પછી આપણે એકબીજામાં ખળભળશું અને પછી સાથે ઝળહળશું…ત્યારે દીવો હોલવજે.
હું આવું એટલી વાર પછી આપણે એકબીજામાં ખળભળશું અને પછી સાથે ઝળહળશું…ત્યારે દીવો હોલવજે.