મુશ્કેલ છે – આબિદ ભટ્ટ

આયના પર ચાલવું મુશ્કેલ છે,

બિંબને પડકારવું મુશ્કેલ છે !

 .

સાવ કોરું છે સરોવર આંખનું,

એ જ તો છલકાવવું મુશ્કેલ છે.

 .

એક વર્તુળમાં તમે જીવી શકો,

વૃક્ષની સમ ફાલવું મુશ્કેલ છે.

 .

વાટ પકડે છે તમસ, પડતાં નજર,

તેજથી ટકરાવવું મુશ્કેલ છે.

 .

નામ એનું ભીંત પર ને ખેસ પર,

કાળજે કંડારવું મુશ્કેલ છે.

 .

સદ પ્રસાદી, શબ્દ તો ચાવી ગયા,

સાંભળ્યું, ગણકારવું મુશ્કેલ છે !

 .

( આબિદ ભટ્ટ )

Share this

2 replies on “મુશ્કેલ છે – આબિદ ભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.