મન થયું – આહમદ મકરાણી

ખુદ જાતને સુધારવાનું મન થયું;

શેતાનને પડકારવાનું મન થયું.

 .

કોઈ છબી રળિયામણી એવી હતી,

એ દિલ મહીં ઉતારવાનું મન થયું.

 .

લો, રણ વટાવ્યું ને સરોવર સાંપડ્યું;

‘છે’- સાંઢણી ઝોકારવાનું મન થયું.

 .

આ કાગડો બોલ્યા કરે ઘરઆંગણે,

આ આંગણું શણગારવાનું મન થયું.

 .

કે મૌનને ઘેરી વળી છે શૂન્યતા;

કો’ શબ્દને પોકારવાનું મન થયું.

 .

( આહમદ મકરાણી )

Share this

2 replies on “મન થયું – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.