ઈચ્છા મુજબ – પીયૂષ પરમાર

ઈચ્છા મુજબ કશું ય કાં થાતું નથી ?

મારા સુધી હજુય પહોંચાતું નથી !

 .

રોકી નહીં શકું, ઉથાપી નહીં શકું,

આવી ક્ષણે કરું શું ? સમજાતું નથી.

 .

દાવા કરે છે પ્રેમના મારા વિશે,

કે મૌન મારું જેને પરખાતું નથી !

 .

…બટકી ગયેલ ડાળને જોયા પછી,

પંખી એ સ્વપ્નમાં ય ડોકાતું નથી.

 .

એના વિશે જ ચાલતી ચર્ચા અહીં,

નામો નિશાન જેનું દેખાતું નથી.

 .

( પીયૂષ પરમાર )

Share this

2 replies on “ઈચ્છા મુજબ – પીયૂષ પરમાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.