‘વ્યથા ભીતરની’ – મહેન્દ્ર આર્ય Jun9 પ્રથમવાર આપણે મળ્યાં ત્યારે મારી ભીતર એક બીજ રોપ્યું હતું તેં તું તો પછી જતો રહ્યો….! પણ ઝરમર શ્રાવણની એ રાતે મારા ભીનાં ભીતરમાં તેં મૂકેલા એ બીજમાંથી એક ઘટાટોપ વૃક્ષ વિકસ્યું છે હવે… પરંતુ આ વૃક્ષ ઉપર કોઈ પંખી નથી બેસતું અને પંખીઓ માળા પણ નથી બાંધતાં… કદાચ મારી ભીતર વારંવાર થતા પત્થરમારાની ખબર પડી ગઈ હશે એ લોકોને… મારી અંદરના તોફાનને જાણી ગયાં હશે એ લોકો પણ… . ( મહેન્દ્ર આર્ય )