જાગે છે – હનીફ સાહિલ Jun10 રાત હો કે સવાર જાગે છે એક આ ઈન્તેઝાર જાગે છે . આંખ સૂઈ જાય તોય પાંપણ પર સ્વપ્નનો કારોબાર જાગે છે . એકલો હું જ કંઈ નથી જાગૃત ઘર દીવાલો ને દ્વાર જાગે છે . સંચરું નાવ સ્વપ્નની લઈને એ સમંદરની પાર જાગે છે . કોણે દીધા ને કોણે પાળ્યા છે ઠાલાં વચનો કરાર જાગે છે . શહેરને ઊંઘવા નથી દેતો આ અજંપો અપાર જાગે છે . શાની ઈચ્છા આ સળવળે છે હનીફ શાનો મનમાં વિકાર જાગે છે. . ( હનીફ સાહિલ )
Sundar gazal, Trijo sher vadhare gamyo…