વૈરાગ્ય – પ્રીતમ લખલાણી
ઓફિસે જવાની ચિંતામાં
ઉતાવળે બાલ્કનીમાં ઊભા
તમે બ્રશ કરતા હો
ને
રણકતી ફોનની ઘંટડી
સમાચાર આપે કે
પરોઢે
સૂર્ય ઊગવાના
કોડ જોતી મારી આંખ
સદા માટે બિડાઈ ગઈ.
હે દોસ્તો !
તમારા ભરચક કાર્યક્રમમાંથી
થોડોક સમય કાઢી
મારા શબને
વીજળીને બદલે
લાકડાની ચિતામાં બાળજો.
સ્મશાનને બાંકડે
બીડી ફૂંકતા
તમે બે ઘડી
વિચારી શકો
કે
માણસે
ધુમાડો થવા
આખી જિંદગી
કેટલી દોડધામ કરવી પડે છે !!!
.
( પ્રીતમ લખલાણી )
ખૂબજ સુંદર અને બોધયુક્ત રજૂઆત !
ખૂબજ સુંદર અને બોધયુક્ત રજૂઆત !
JINDGI NU ATAL SATYA
JINDGI NU ATAL SATYA
Good.., enjoyed!
Good.., enjoyed!