અવકાશમાં – માલા કાપડિયા Sep26 રોજ સવારે મારી બારીમાંથી આવી જાય છે એક આકાશનો ટુકડો સોનેરી તડકો લઈ . તો વળી ક્યારેક એના આસમાની તરંગોમાં તરતાં વાદળોમાં હું ખોવાઈ જાઉં છું બની મત્સ્યકન્યા ! . આ રમત થોડા દિવસ ચાલતી રહી. . પછી મને થયું, મારી બારી થોડી મોટી હોય તો ? અને હું ખેસવતી ગઈ રોજ એક એક ઈંટ વિસ્તરતી ગઈ મારી બારી પ્રસ્તરતું ગયું મારું આકાશ . અને . મને ખબર જ ન રહી કે ક્યારે આકાશ સમાઈ ગયું બારીમાંથી મારા ઘરમાં અને હું ફેલાઈ ગઈ અવકાશમાં !!! . ( માલા કાપડિયા )