One Art – Elizabeth Bishop

ebishop

The art of losing isn’t hard to master;
so many things seem filled with the intent
to be lost that their loss is no disaster,
.
Lose something every day. Accept the fluster
of lost door keys, the hour badly spent.
The art of losing isn’t hard to master.
.
Then practice losing farther, losing faster:
places, and names, and where it was you meant
to travel. None of these will bring disaster.
.
I lost my mother’s watch. And look! my last, or
next-to-last, of three loved houses went.
The art of losing isn’t hard to master.
.
I lost two cities, lovely ones. And, vaster,
some realms I owned, two rivers, a continent.
I miss them, but it wasn’t a disaster.
.
– Even losing you (the joking voice, a gesture
I love) I shan’t have lied. It’s evident
the art of losing’s not too hard to master
though it may look like (Write it!) like disaster.

 .

( Elizabeth Bishop )

.

અહીં પણ આ અગાઉ આ કવિતા પોસ્ટ થઈ છે..

http://www.poemhunter.com/poem/one-art/

http://www.poets.org/viewmedia.php/prmMID/15212

http://www.poetryfoundation.org/poem/176996

http://musingsfromthesofa.wordpress.com/2010/06/19/the-art-of-losing-elizabeth-bishop/

અમે આંસુ છીએ – સુધીર પટેલ

અમે આંસુ છીએ, ચાહો અગર તો બસ વહાવી દો;

નહીંતર ચૂપ રહેશું જિંદગીભર જો છુપાવી દો !

 .

હયાતી છે અમારી તણખલા જેવી જ હળવીફૂલ,

તમે માળો સજાવો કે હવામાં એ ઉડાવી દો !

 .

અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,

અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !

 .

અમે અંબર નથી કે આંબવામાં પણ પડે ફાંફા,

અમે ધરતીનાં છોરું, હાથ દૈ હૈયે લગાવી દો !

 .

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?

જરા હળવું કરી કૈં સ્મિત ચહેરા પર સજાવી દો !

 .

( સુધીર પટેલ )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

મારે હાથે હું જ ચઢાવું

તુલસી…

પૂજા હોય ઊછીની નહીં.

હું જ આરતી ગાઉં

ને સાંભળનારો વિષ્ણુ.

*

કિનારો વહેતો હોય

અને નદી સ્થિર હોય

ત્યારે

માણસ મૂંઝાય નહીં

તો શું કરે ?

*

મને સંબંધોનો પારાવાર

ભાર લાગે છે…

નિદ્રા ને જાગૃતિમાં

ઓથાર લાગે છે…

*

લાક્ષાગૃહ જેવા સંબંધો

કોઈ અગ્નિની

ક્યારના રાહ જોઈ રહ્યા છે.

*

આપણે સાથે જ

રહેવાનું હોય

અને તારે તારું

ધાર્યું જ કરવાનું હોય

-તો સાથે રહેવાનો

કોઈ અર્થ ખરો ?

*

રાણાની જંજીરને

ઝાંઝરમાં ફેરવે

તે મીરાં-

કે મીરાંની કવિતા ?

*

ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે

અને દુ:ખ ચંદનલેપ પણ કરે છે.

કોણ શાપ અને કોણ વરદાન

એની ખબર પડતી નથી…

કોઈ ક્યારે અદલબદલ થાય છે

એ અટકળનો નહીં

પણ અનુભવનો વિષય છે.

*

ખૂંધી વળી ગયેલી

સાંજને કહું છું

કે આમ કુબ્જા થઈને

મારી કને આવ નહીં…

મારા સાંનિધ્યમાં સામ્રાજ્ઞી થઈને

પૃથ્વી સિંહાસન પર બેસ

અને આકાશમાં પ્રવેશ.

*

હજી સહજથી દુવાર ખૂલે

કે પવનની ડાળ પર પંખી ઝૂલે

એના વિસ્મય સાથે જીવું છું

-એ મારે માટે તો

જાણે કે ઘટના કહેવાય.

*

રાતના

રાતરાણીની સુગંધથી

વીંટળાઈ વળું છું

અને લયના વિસ્મયમાં

વ્યાકુળ થઈને સૂઈ જાઉં છું અને

સપનાઓની ગલીઓમાં ઘૂમી વળી છું

એ નાનીસૂની વાત નથી.

 .

( સુરેશ દલાલ )

મને શીખવાડ કોઈ તરકીબ – ગુલઝાર

દોસ્ત ! મને શીખવાડ કોઈ તરકીબ હે વણકર !

કોઈ વખત મેં જોયું છે કે તાણાં વણતાં

જો કોઈ દોરો તૂટે કે ખૂટે ત્યારે

બાંધી ફરીથી

છેડો કોઈ એમાં જોડી

આગળ વણવા લાગે તું

તારા આ તાણામાં તો પણ

ગાંઠ ન એકે ગૂંચ ન કોઈ દેખાતી.

મેં તો બસ એકવાર વણ્યું’તું એક જ સગપણ

કિન્તુ એની સઘળી ગાંઠો સ્પષ્ટપણે દેખાય, હે વણકર !

 .

( ગુલઝાર, અનુ. રઈશ મનીઆર )

 .

મૂળ : ઉર્દૂ

He Is More Than A Hero – Sappho

He is a god in my eyes-

the man who is allowed

to sit beside you-he

who listen intimately

to the sweet murmur of

your voice, the enticing

laughter that makes my own

heart beat fast. If I meet

you suddenly, I can’t

Speak-my tongue is broken;

a thin flame runs under

my skin; seeing nothing,

hearing only my own ears

drumming, I drip with sweat;

trembling shakes my body

and I turn paler than

dry grass. At such times

death isn’t far from me.

 .

( Sappho )

.

અહીં પણ આ અગાઉ આ કવિતા પોસ્ટ થઈ છે …

http://www.bopsecrets.org/gateway/passages/sappho.htm

http://www.sappho.com/poetry/sappho2.html

http://allpoetry.com/poem/8449347-He-is-more-than-a-hero-by-Sappho

તારી ગુલાબી હથેળી – સર્વેશ્વરદયાલ સક્સેના

પહેલી વાર

મેં જોયું પતંગિયું

કમલમાં રૂપાંતરિત થતું

પછી કમળ પરિવર્તન પામ્યું

ભૂરા જળમાં

ભૂરું જળ

અસંખ્ય પંખીઓમાં

અસંખ્ય પંખીઓ

રંગીન લાલ આકાશમાં

અને આકાશ રૂપાંતરિત થયું

તારી ગુલાબી હથેળીમાં…

આમ ને આમ મેં અનેકવાર જોયાં આંસુઓ

સપનામાં રૂપાંતરિત થતાં…

 .

( સર્વેશ્વરદયાલ સક્સેના, અનુ. સુરેશ દલાલ )

 .

મૂળ : હિન્દી

મા એટલે…(દસમી માસિક શ્રદ્ધાંજલિ)

Mum-2

(23/08/1938 – 25/12/2012)

.

 

माँ : एक याद

माँ!
याद तो आता नहीं
तुम्हारा
गोदी में वो मुझे झुलाना
दूध का अमृतरस चखाना
झुनझुने से मेरा दिल बहलाना
लोरी का वो गुनगुनाना
माथे को प्यार से चूमना
गुदगुदी से हँस हँस हँसाना
उँगली पकड़ चलना सिखाना

पर
याद है, माँ मुझे
हाथ में उँगली थामें लिखवाना
खून पसीने से मेरे जीवन को सींचना
मुश्किलों में हौसले का बँधाना
प्यार में आँसुओं का छलकना
गम में रोऊँ तो सहलाना
आने चाहे तुफ़ानों को रोक लेना
अंधेरे में रोशनी का दिखलाना
पास ना रहूँ, तो याद में रोना

और फिर वो पल
जब-
माँ बेटी का रिश्ता बना दोस्ताना
माँ के इस प्यार की बेल का
चढ़ते ही जाना
इंद्रधनुषी रंग में जीवन को रंग देना
तुम्हारी हँसी में दुनिया पा जाना

जीवन की है यह ज्योति
जलती रहे निरंतर
आशीश रहे सदा माँ का
असीम है माँ का प्यार!

( संध्या )

તારી સાથે – કોનરાડ એઈકેન

તારી સાથે સાંભળેલું સંગીત સંગીતથી પણ કૈંક વિશેષ હતું

તારી સાથે માણેલો રોટીનો ટુકડો કોળિયાથી પણ કૈંક વિશેષ હતો.

હવે હું છું તારા વિનાનો, સાવ એકલવાયો

જે એક વખત સર્વ સુંદર હતું તે મરણ પામ્યું.

 

તારા હાથ એક વાર આ ટેબલને અને ચાંદીનાં પાત્રોને સ્પર્શ્યા.

અને આ પિયાલાને પકડતી જોઈ છે મેં તારી આંગળીઓ

આ બધી વસ્તુઓ તને યાદ નથી કરતી, પ્રિયતમા,-

અને છતાં તારો સ્પર્શ એના પર છે તે કદીયે જશે નહીં.

 

આ બધી વસ્તુઓને ઘૂમતી કરી છે તેં મારા હૃદયમાં

અને એના પર તારા હાથની અને આંખની કૃપા વરસી છે;

અને મારા હૃદયમાં આ તમામ તને હંમેશાં યાદ કરશે,

એક વાર એ બધાં તને જાણતાં હતાં, હે સુંદર અને સમજણી.

 

( કોનરાડ એઈકેન, અનુ. સુરેશ દલાલ )

આપણે એકબીજા માટે જ સર્જાયાં છીએ – મમતા કાલિયા

તેં અને મેં આપણા અણગમાઓની ચર્ચા કરી,

કેટલીક બાબતો ધિક્કારવામાં આપણે સરખાં ઊતર્યાં

અને દુશ્મનો વિશેના આપણા વિચારો પણ સરખા નીકળ્યા

કેટલું બધું સમીપનું સખ્ય લાગ્યું આપણ બે વચ્ચેનું !

તને હોટેલ તાજ, દહીંવડા અને

કુટુંબે ગોઠવી આપેલાં લગ્ન ગમતાં નથી,

એ જાણી હું હરખાઈ.

અને માપ વગરના કોથળા જેવા મારા કુર્તામાં

માઇનસ ફોરનાં ચશ્માં સાથે મને વૈતરું કરતી જોઈ

તું ખુશ થયો.

તેં કહ્યું, ‘રૂપાળી છોકરીઓને તું ધિક્કારે છે

તેઓ રસહીન, મૂરખી અને ચિબાવલી હોય છે.’

મેં કહ્યું, ‘અને રૂપાળા છોકરાઓ ?

આફતના પડીકા જેવા હોય છે તેઓ,

કાનની નીચે સુધી ખેંચેલી લાંબી કટ કરાવે છે બબૂચકો

અને નથી પડતો એમનો કોઈ પ્રભાવ.’

તેં કહ્યું, ‘ચાલ, આપણે પરણી જઈએ

જહન્નમમાં જાય દુનિયા.’

 .

( મમતા કાલિયા, અનુ. મહેશ દવે )

કોઈ સારી કવિતા – સુરેશ દલાલ

કોઈ સારી કવિતા વાંચું છું

ત્યારે બ્લોટિંગ પેપર થઈને

તમામ શાહી ચૂસી લેવાનું મન થાય છે.

 .

જોકે, બધી જ કવિતા

શબ્દથી લખાતી નથી

કે બધી જ કવિતા

શબ્દમાં સમાતી નથી.

કેટલીક કવિતા

આંખની બહાર હોય છે,

તો કેટલીક કવિતા

આંખની ભીતર હોય છે.

કેટલીક કવિતા

વાણીથી પર હોય છે,

તો કેટલીક કવિતા

મૌનની પેલે પાર હોય છે.

 .

( સુરેશ દલાલ )