દોડતા દોડતા – શીતલ જોશી

દોડતા દોડતા હાંફવાનું નહીં

જિંદગી જીવતા થાકવાનું નહીં

 .

આથમે સૂર્ય માથે ચડેલો છતાં

રાત પડશે એવું ધારવાનું નહીં

 .

પ્રેમ જેવું કશું આપવું જો પડે

આપવાનું, કદી માગવાનું નહીં

 .

એક ખીલ્લી હલે છે હજી ભીંત પર

ભારપૂર્વક કશું ટાંગવાનું નહીં

 .

એક બે વેંત ઊંચા ફરે, છો ફરે

કોઈનું કદ કદી માપવાનું નહીં

 .

આપવો હોય તો જીવ આપો ‘શીતલ’

કાળજું કોઈને આપવાનું નહીં.

 .

( શીતલ જોશી )

2 thoughts on “દોડતા દોડતા – શીતલ જોશી

  1. પ્રેમ કરો તો ડૂબી જજો
    ડૂબકી મારી પછી તરવાનું નહીં
    Superb creation shitalji…

    Like

  2. પ્રેમ કરો તો ડૂબી જજો
    ડૂબકી મારી પછી તરવાનું નહીં
    Superb creation shitalji…

    Like

Leave a comment