જાનાં – હનીફ સાહિલ Dec19 આશિકીનો કમાલ છે જાનાં માત્ર તારો ખયાલ છે જાનાં . ફૂલ ખુશ્બૂ કે ચાંદ તારા હો તું ફક્ત બેમિસાલ છે જાનાં . આઈનો પણ તડાક દઈ તૂટે એવો તારો જમાલ છે જાનાં . હું તો ખુશહાલ છું જુદાઈમાં તું કહે કેવા હાલ છે જાનાં . આપવું હોય જો તો આપી દે દિલના ક્યાં ભાવતાલ છે જાનાં . એક તારા થકી હતી આબાદ જિંદગી પાયમાલ છે જાનાં . શોકગ્રસ્ત એકલો હનીફ નથી ચાંદ પણ પુરમલાલ છે જાનાં . ( હનીફ સાહિલ )