હીંચકો – અર્જુનસિંહ કે. રાઉલજી
બાલ્કનીના હીંચકા ઉપર ઝુલતો
પવન
મારી સાથે
ભેદપરાયણ હોવાની
ફરિયાદ કરે છે…!
કોણ કોની ધારણા છે ?
હીંચકો, હું કે પવન…?!
ઝાકળની દાઝે ચઢેલ
ધૂળ-ઢેફાંનાં રજકણો
અણુ તો બોમ્બ થઈ ફાટવાને…!
ધૂળભેળો-ફૂલભેળો-પંખીભેળો
સાંજના સમયે
આજ હીંચકે ઝુલતી
બા, રાહ જોતી…
જોતજોતામાં ઘરના ખૂણે
ડુંગરો થઈ જતાં દફતરો…!
એ જ ચડ્ડી અને એ જ થીંગડું
કૈં જ બદલાયું નથી…
ક્યાંક સંભળાતા
કબૂતરના ઘુઉ…ઘુ…ઘુ…વચ્ચે
એકલો ઝૂલે છે હીંચકો
પવનની ઠોકરો ખાઈને…!
.
( અર્જુનસિંહ કે. રાઉલજી )
ભીતરની ભીની ભીની ભાવનાઓનો ભંડારાયેલ ભણકાર
ભીતરની ભીની ભીની ભાવનાઓનો ભંડારાયેલ ભણકાર