હું મને – મનીષ પરમાર
હું મને ઘરમાં ગયો છું શોધવા,
છેક અક્ષરમાં ગયો છું શોધવા.
.
દોસ્ત પરપોટા પડેલા જોઈને,
પાણી પથ્થરમાં ગયો છું શોધવા.
.
એ નદી પાછી વળીને ક્યાં ગઈ ?
પગલું સાગરમાં ગયો છું શોધવા.
.
કેટલા મારગ વળે એની તરફ,
વાટ ઈશ્વરમાં ગયો છું શોધવા.
.
પંખીની પાસે જ આવીને બેસતું,
આભ પિંજરમાં ગયો છું શોધવા.
.
( મનીષ પરમાર )
પોતામાં કેમ ન ગયા?- લા’ / ૧૬.૭.૧૪
પોતામાં કેમ ન ગયા?- લા’ / ૧૬.૭.૧૪
“નિજ ખોજ” એજ સર્વ-શ્રેષ્ઠ ઉદેશ્ય જીવનનું !
“નિજ ખોજ” એજ સર્વ-શ્રેષ્ઠ ઉદેશ્ય જીવનનું !