કદાચ-સોનલ પરીખ Feb5 મોકો ન આપ્યો મોટાં મોટાં તોફાન ઝીલવાની અનિવાર્યતાએ નાનાં નાનાં ઈંગિતો સમજાવનો પસાર થઈ ગયાં મોટાં મોટાં તોફાનો પસાર થઈ ગયાં નાનાં નાનાં ઈંગિતો પણ જાતને જકડી રાખતી મુઠ્ઠી થોડી ઢીલી કરી છે બચેલું સ્વ આખું છે કે અધૂરું ભીનું છે કે કોરું તેની ખબર કે પરવા રહી નથી કદાચ હું કોઈ શક્યતામાં કેદ થઈ નથી. ( સોનલ પરીખ )