इंतज़ार भी अजीब होता है-मालिनी गौतम

इंतज़ार भी अजीब होता है

बिना आहट के दरवाज़े पर बैठा रहता है

न जाने किसके कदमों की आहट में

अपनी धड़कनें गिनता रहता है

सूनी पगडंडी पर उगी घास-सा लहराता है

हवा में झूमते पत्तों-सा

सरसराता है

कुछ दीप अधजले रह जाते हैं

कुछ ख़त अधूरे रह जाते हैं

कुछ बातें होंठों तक आकर ठहर जाती हैं

घड़ी की सुइयाँ चलती रहती हैं

मगर वक़्त वहीं ठहर जाता है

जिसे आना नहीं होता

इंतज़ार उसी का सबसे ज़्यादा होता है।

.

( मालिनी गौतम )

.

ઇંતેજારી પણ અજબ હોય છે

ચુપચાપ દરવાજે બેસી રહે છે

કોણ જાણે કોનાં પગરવની દિશામાં

પોતાના ધબકારા ગણતી રહે છે.

સૂકી પગદંડી પર ઊગેલા ઘાસની જેમ લહેરાય છે

હવામાં ઝૂમતાં પર્ણોની જેમ

ઝૂમે છે

કોઈ પ્રજ્વલિત દીવા અધૂરાં રહી જાય છે

કોઈ પત્રો અધૂરા રહી જાય છે

કોઈ વાત હોઠોં પર આવીને થીજી જાય છે

ઘડિયાળનાં કાંટા ફરતાં રહે છે

પરંતુ સમય ત્યાં જ થંભી ગયો છે

જેને નથી જ આવવું

તેની જ રાહ સૌથી વધારે જોવાય છે.

.

( માલિની ગૌતમ, અનુવાદ : બકુલા ઘાસવાલા )

Leave a comment