तुम्हारे बारे में सोचते हुए-विनय सौरभ

एक दिन पाया कि

ऐसा करते हुए कई साल बीत गए हैं

याद करना कुछ ख़ास करने

जैसा नहीं रह गया था

.

यह कोई सहायक क्रिया भी नहीं थी

तुम्हें बताना चाहता हूँ

कि वह शहर पूरी तरह बदल गया था

जो हमारी साँसों में बसता था

.

सारी चीज़ें हमेशा की

तरह बदल रही थीं

हमारे साथ बैठने की वह जगह भी

जो हम स्मृतियों में छोड़ आए!

.

मैंने दरबान से पूछा कि

यहाँ एक गुलमोहर भी हुआ करता था

जवाब में उसने कहा कि

आपको मिलना किससे है?

.

साइकिलें नहीं थीं!

वे मुझे बेहद शिद्दत से याद आईं

जो हॉस्टल की बाहरी दीवारों पर टिकी रहती थीं

बहुत तेज़ भागता प्रेम था यहाँ

.

और थोड़ा आक्रामक दिखता-सा,

असहजता बीते दिनों का क़िस्सा थी

क्या इत्मीनान से भरे थे हमारे दिन?

क्या हमारी यादों में उन दिनों की आशंकाएँ दर्ज हैं!

.

और क्या दुख की इबारतों के क़िस्से भी मिलेंगे वहाँ?

कहाँ जाएँ कि शक्लें

अब बदल चुकी हैं

और अच्छा हुआ कि

.

हम अपनी पुरानी डायरियाँ

भी कहीं रखकर भूल गए हैं..

.

( विनय सौरभ )

.

|| તારા વિષે વિચારતાં ||

.

તારા વિષે વિચારતાં

એક દિવસ ખબર પડી

કે એમ કરતાં વર્ષો વીતી ગયાં

એમ કરવામાં કશું ખાસ કરતો હોઉં એવું લાગતું પણ નહોતું

એ કોઈ મદદકારક પ્રક્રિયા પણ નહોતી

તને જણાવવા ઇચ્છું છું

કે એ શહેર પૂરેપૂરું બદલાઈ ગયું હતું

જે આપણા શ્વાસમાં વસતું

બધી ચીજો બદલાઈ રહી હતી

આપણે સાથે બેસતા એ જગા પણ

જે આપણે સ્મૃતિઓમાં છોડી આવ્યા

મેં ચોકીદારને પૂછ્યું કે

અહીં એક ગુલમહોરનું વૃક્ષ પણ હતું

જવાબમાં એણે કહ્યું કે

તમારે મળવું કોને છે ?

સાઈકલો નહોતી !

એ મને તીવ્રતાથી યાદ આવી

એ હોસ્ટેલ બહારની દિવાલના ટેકે પડી રહેતી

ત્યાં પ્રેમ ઝડપથી વિકસતો

અને થોડોક આક્રમક પણ લાગતો

અસહજતા વીતેલા દિવસોનો કિસ્સો હતી

શું નિરાંતના દિવસો હતા એ ?

શું આપણી સ્મૃતિઓમાં

એ દિવસોની આશંકાઓ દર્જ છે ?

અને શું દુઃખની લખાવટના કિસ્સા પણ હશે ત્યાં ?

ક્યાં જઈએ

કે આપણા રૂપરંગ બદલાઈ ચૂક્યા છે હવે

એટલું સારું

કે આપણી જૂની ડાયરીઓ પણ

ક્યાંક મુકાઈને

ભૂલાઈ ચૂકી છે !

.

( વિનય સૌરભ, હિન્દી પરથી ભાવાનુવાદ : ભગવાન થાવરાણી )

Leave a comment