सपनों का जीवन-कविता कृष्णपल्लवी

कुछ भी नहीं होता दो बार।

हर घटना अकेली होती है और हर सपना भी।

दो बार वही प्यार नहीं होता।

पुराना प्यार यदि वापस भी लौटे तो वही नहीं रह जाता ।

वही चुम्बन दुहराया नहीं जाता ।

हम जब फिर से पहुँचते हैं किसी पुरानी जगह, वह वही नहीं होती।

हर बार जुदाई अपने ढंग की अकेली होती है ।

हर अलगाव का अपना अलग तरीका और सलीका होता है।

हर नारा नये कंठों से नया होकर उठता है जिस आकाश में

वह गुज़रे दिनों का आकाश नहीं होता

और जो क्रान्ति पुरानी क्रान्तियों से सीखकर डग भरती है ज़मीन पर

वह ज़मीन नयी होती है जो उसे एक नयी शक्ल देती है।

हम जिस देश-काल को जीते हैं वह अगले ही पल इतिहास हो जाता है।

लगातार किसी सपने का पीछा करने में ही जीवन है

धड़कता-थरथराता हुआ अविराम।

.

( कविता कृष्णपल्लवी )

.

|| સ્વપ્નનું જીવન ||

.

કશું પણ બે વાર ન થાય

દરેક ઘટના એકમેવ હોય

અને દરેક સ્વપ્ન પણ

બે વાર એનો એ પ્રેમ ન થાય

જૂનો પ્રેમ જો પાછો ફરે

તો એ એવો જ ન હોય

એક જ ચુંબન દોહરાવી ન શકાય

આપણે જ્યારે ફરી પહોંચીએ કોઈક જૂની જગાએ

એ એની એ ન હોય

દરેક વખતે વિરહ આગવી ઢબનો હોય

દર વખતનો છૂટા પડવાનો તરીકો અને મિજાજ નોખો હોય

દરેક ઉદઘોષ નવા કંઠેથી અભિનવ બની ફેલાય

જે આકાશમાં

એ વીતેલા સમયનું આકાશ નથી હોતું

અને જે ક્રાંતિ પુરાણી ક્રાંતિથી શીખીને ડગ માંડે છે ભૂમિ પર

એ ભૂમિ નવી હોય છે

અને ક્રાંતિને નવું સ્વરૂપ આપે છે

આપણે જે દેશકાળમાં જીવીએ છીએ

એ આગલી જ ક્ષણે ઇતિહાસમાં સમાઈ જાય છે

લગાતાર કોઈક સ્વપ્નનો પીછો કરવો

એ જ જીવન છે

ધબકતું – થરથરતું – અવિરામ..

.

( કવિતા કૃષ્ણપલ્લવી, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

Leave a comment