મણકા સમી જ – શ્યામ સાધુ

.

મણકા સમી જ એને વિખેરી શકાય છે,

ઈચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે !

 .

આવો તરસને આંખનું ઉપનામ આપીએ,

મૃગજળ સમું કહે છે – સમેટી શકાય છે !

 .

નિર્મમપણાની ભીંત ઉપર આવું કૈં લખો,

‘આ શૂન્યતાઓ દૂર ખસેડી શકાય છે!’

 .

વસ્ત્રો સમા દિવસ તમે ફેંકી શકો નહીં,

હા, એટલું ખરું કે પહેરી શકાય છે!

 .

એકાદ ચિંતા ફૂલની માફક ચૂંટી જુઓ,

લિપિ ઘણી ય ઊંધી ઉકેલી શકાય છે!

 .

( શ્યામ સાધુ )

નથી જોઈતાં મને હવે – ધીરુબેન પટેલ

.

નથી જોઈતાં મને હવે

આ સંબંધોનાં ચોરદીવાનાં

નાનાં નાનાં ગોળ ચકરડાં

 .

ભલી એથી વિસ્તારભરી

આ અંધકારની સોડ

પ્રગટે એની મેળે ઢાંકે અંગેઅંગ

ઊંડે ઊંડે ઊતરી હવે શોધું એનો સંગ

દેખાય જે ના ભુલાય જે ના

મૌનતણી વાણી એની

પૂરી હજી સમજાય ના

પળપળનો સંગાથ એનો

તોય કદી વિસરાય ના

.

શી પરવા એ જડે ન જડે

બેસવું નિશ્ચિત થઈ એક કોર

એની મેળે શોધી કાઢશે

એ જ મને જરૂર.

 .

( ધીરુબેન પટેલ )

કારતૂસ – અનિલ જોશી

.

અઘોર યાતનામાંથી પ્રસવતી

નવજાત સ્વતંત્રતાની આંખ

ખૂલી ન ખૂલી ત્યાં

સમુદ્રના તરંગો ઊછળી પડ્યા.

યાતનાનું તરફળવું

અને બરફનું ઓગળવું

એટલે ગંગા થઈ જવું.

શિશિરના હૂંફાળા તડકામાં

ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ

ગંગાનાં પાણીમાં પડ્યું

ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ.

ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં

ને એ તૂટતાં વર્તુળોમાં

અમે તમારો ગુલાબી ચહેરો જોયો છે.

અમે નાના હતા ત્યારે

ચોપડી વાંચતાં વાંચતાં

પાનું ભૂલાઈ ન જાય એ માટે

ચોપડીમાં મોરપીંછ રાખતા

તો ક્યારેક વળી

સુકાઈ ગયેલું ગુલાબ રાખતા.

આજે મોટા થયા છીએ ત્યારે

ઈતિહાસનું પાનું યાદ રાખવા માટે

અમે કારતૂસો રાખીએ છે.

 .

( અનિલ જોશી )

એક તાળી દેતામાં – હરીશ મીનાશ્રુ

.

એક તાળી દેતામાં ભવ વીતે

હવે માણસ જીવે તો કઈ રીતે ?

.

સુક્કી હથેળીમાં સુક્કી તિરાડ

અને સપનાંની સુક્કી આ કુંડળી

આંસુનાં ટીપાંથી સાંધેલી આંખ

જાણે પરપોટા ગેરવતી ભૂંગળી

માણસની જેમ હવે ખખડે છે

સુક્કાતું પાંદડું યે ઘરની પછીતે !

હવે માણસ જીવે તો કઈ રીતે ?

 .

પાણીમાં કુંડાળાં ફેલાતાં જાય

એમ જીવતરનું ફેલાતું ગૂંછળું

પીગળતું જાય હવે માણસનું નામ

જેમ તડકા વચાળે મીણ-પૂતળું

સમ્મયની સોગઠાંબાજીમાં, ભાઈ

એક માણસ હારે ને પળ જીતે !

હવે માણસ જીવે તો કઈ રીતે ?

 .

( હરીશ મીનાશ્રુ )

આધુનિક લોકગીત – સુરેશ દલાલ

.

જન્મ્યા છો તો ભલે જનમિયા : મૂગા મરજો

દુનિયાદારીની છે દુનિયા : મૂગા મરજો

.

કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો

ચેકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો

 .

કાગળ આખો, માણસ ડૂચા : મૂગા મરજો

અહીં નહીં રુચિ કે ઋચા : મૂગા મરજો

 .

ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો

ટ્યુબલાઈટમાં સૂરજ ફાનસ : મૂગા મરજો

 .

પ્રેમબેમનું નામ અહીં નહીં : મૂગા મરજો

કામ, કામ, ને કામ રહ્યાં અહીં : મૂગા મરજો

 .

( સુરેશ દલાલ )

શાંતિનિકેતન (ચિત્રકથા-૭)

શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

.

.

.

.

.

ભગવાન બુદ્ધ

.

દાંડી કૂચ માટે નીકળેલા મહાત્મા ગાંધી

.

.

.

.

.

.

.

.

સમાપ્ત

શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

નાટ્યઘર

.

નાટ્યઘર

નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

.

કાલાઘર

કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

.

પેઈન્ટીંગ ડિપાર્ટમેન્ટ

.

.

.

.

.

.

ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૫)

ગૌર પ્રાંગણ

.

ગૌર પ્રાંગણ

સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે.

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું ગ્રંથાગાર)

સિંહસદનની સામે ગૌર પ્રાંગણની ઉત્તર દિશામાં વિદ્યાલય ગૃહ છે. જેમાં પાઠ ભવનની ઓફિસ છે. પહેલા અહીં વિશ્વવિદ્યાલયનું ગ્રંથાગાર હતું. આ ઘરના એક માળને ૧૮૯૯માં બલવેન્દ્રનાથ ટાગોરે બનાવડાવ્યો હતો. ૧૯૦૧માં રવીન્દ્રનાથે આ ઘરમાં બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાલયનો આરંભ કર્યો હતો. આ ઘરના વરંડાને વિવિધ ચિત્રોથી સજાવવામાં આવ્યો છે. (હજુ થોડા વધુ ચિત્રો વરંડાની દીવાલો પર હતા જેના ફોટોગ્રાફ્સ લઈ શકાયા હોત. પણ બે મળેલા જીવ શાંતિથી ત્યાં બેસીને વાતો કરતા હતા. તો તેમને ખલેલ પાડવાનું યોગ્ય ન લાગ્યું).

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

શાંતિનિકેતન આશ્રમનું પ્રાણકેન્દ્ર છે “છાતિમતલા”. એ ઉત્તરાયણની સામે સ્થિત છે. ઈ.સ. ૧૮૬૨માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જ્યારે રાયપુરથી લોર્ડ ભૂવનમોહન સિંહના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આ છાતિમતલામાં થોડો સમય વિશ્રામ અને ઉપાસના કરી હતી. અહીં તેમણે ધ્યાન દરમ્યાન મનની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારે તેમને પહેલી વખત આ જગ્યાએ શાંતિનિકેતન આશ્રમની સ્થાપના વિશે વિચાર આવ્યો હતો. આ જગ્યા છાતિમ વૃક્ષ, શાલ, તાલ, મહુઆ, બેડા દ્વારા ઘેરાયેલી છે. જેની વચ્ચે મનોરમ્ય વેદી છે. વેદીની ઉપર સફેદ પત્થરો પર લખ્યું છે “”तिनि आमार प्राणेर आराम, मनेर आनन्द, आमार शांति’. આ મહર્ષિ દેવેન્દ્રનાથની આત્મ ઉપલબ્ધિ છે.

.

કલા ભવન

.

.

કલા ભવન

.

કલા ભવન (નવનન્દન)

રવીન્દ્રભવન અને નાટ્યઘરની દક્ષિણ દિશામાં શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે આવેલું છે ‘કલાભવન’. જેનું ઉદ્દઘાટન ૧૯૮૧માં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. કલા ભવનના જૂના ઘરનું નામ હતું ‘નન્દન’. આ નામ નન્દલાલ બસુ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પરથી જ નવા ઘરનું નામ પડ્યું ‘નવનન્દન’. અહીં પ્રદર્શન કક્ષા સિવાય સંગ્રહશાળા, ગ્રંથાગાર અને ઓફિસ છે. સંગ્રહશાળામાં પ્રતિષ્ઠિત કલાકારોના ચિત્રો તથા શિલ્પોનો સંગ્રહ છે. પ્રદર્શન કક્ષમાં ચિત્રોનું પ્રદર્શન યોજાય છે.

નવનન્દનથી થોડે દૂર કલા ભવન છે. આ વિસ્તારમાં વિખ્યાત શિલ્પિઓ રામકિંકર બૈજ, નન્દલાલ બસુ, વિનોદબિહારી મુખોપાધ્યાય, સોમનાથ હોડ પ્રભિતિ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો કે શિલ્પો મૂકવામાં આવ્યા છે. ઘરદ્વાર પણ શિલ્પકલા દ્વારા અલંકૃત છે. ભવનના વિભિન્ન સ્ટુડિઓ વિદ્યાર્થીઓ માટે ખૂલ્લા રહે છે. અહીં વિતાવેલી પ્રત્યેક ક્ષણ દર્શકોને મોહિત કરી દે છે.

                                                                                                                                                                  ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૪)

 

આમ્રકુંજ

.

આમ્રકુંજ

.

આમ્રકુંજ

.

.

આમ્રકુંજ

ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા.  શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ વિશ્વભારતીનો પદવીદાન સમારંભ આ આમ્રકુંજમાં જ યોજવામાં આવે છે.

.

ઘંટાઘર

.

બાઉલ ગીત ગાનાર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

શાલ્વીથિની વચ્ચોવચ માધવી કુંજની દક્ષિણમાં ગૌરપ્રાંગણના વટવૃક્ષની નીચે ઘંટાઘર છે. પ્રાચીન બૌદ્ધ સ્તુપનું અનુકરણ કરીને આ ઘંટાઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં અહીં વિદ્યાર્થીઓના ક્લાસ લેવાય છે.

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

ગૌર પ્રાંગણની દક્ષિણમાં સિંહસદન છે. આ ઘરની પરિકલ્પના સુરેન્દ્રનાથ કૌરે કરી હતી. આ ઘરની છત ઉપર એક બાજુ ઘંટાઘર છે અને બીજી બાજુ ઘડિઘર છે. ઘંટના સાંકેતિક ધ્વનિથી વિદ્યાર્થિઓ સમજી જાય છે કે તે શેના માટે વગાડવામાં આવે છે. રાયપુરના જમીનદાર લોર્ડ સત્યેન્દ્રપ્રસન્ન સિંહની આર્થિક સહાયથી આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે આ ઘરનું નામ ‘સિંહસદન’ રાખવામાં આવ્યું છે. ૧ ઓગષ્ટ ૧૯૪૦માં આ જ ઘરમાં રવીન્દ્રનાથને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયે ડી. લિટ.ની પદવીથી વિભૂષિત કર્યા હતા. વર્તમાનમાં અહીં વિશ્વવિદ્યાલયના નાના-મોટા કાર્યક્રમો અને સાહિત્યસભાનું આયોજન થાય છે.

                                                                                                                                                                  ક્રમશ:

 

 

શાંતિનિકેતન (ચિત્રકથા-3)

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

.

શીશમહલ મંદિર (ઉપાસના ગૃહ)

શાંતિનિકેતન ઘરની સામે ઉપાસના ગૃહ છે. ૧૮૯૧માં આ આ મંદિરનું નિર્માણ થયું હતું. અલગ અલગ પ્રકારના કાચથી આ ઘર બનાવવામાં આવ્યું છે. મહર્ષિ દેવેન્દ્રનાથની ઈચ્છા અને પરિકલ્પના પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મૂર્તિહીન મંદિર કોઈ પણ જાતિના અને તમામ વર્ગના મનુષ્યો માટે ખૂલ્લું છે. રવીન્દ્રનાથ નિયમિત રીતે આ મંદિરની ઉપાસનામાં ભાગ લેતા હતા. દરેક બુધવારે સવારે મંદિરમાં ઉપાસના થાય છે. આ સિવાય મંદિરમાં વિશેષ પ્રસંગોએ પણ ઉપાસના થાય છે.

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

છાતિમતલાની થોડી દૂર જમણી દિશામાં જે બે માળનું મોટું ઘર છે એનું નામ શાંતિનિકેતન. મહર્ષિ દેવેન્દ્રનાથના નિર્દેશમાં ૧૮૬૩માં આ ઘરનું નિર્માણ થયું હતું. આ શાંતિનિકેતનનું જૂનામાં જૂનું ઘર છે. ઘરની ઉપર ઉપનિષદની એક પંક્તિ છે-‘सत्तामा प्रानारामं मन: आनन्दं’. અતિથિઓ શાંતિનિકેતનમાં આવીને ઘણાં દિવસો સુધી રહીને ઈશ્વરની ઉપાસના કરી શકે એટલા માટે મહર્ષિ દેવેન્દ્રનાથે આ ઘર બનાવ્યું હતું. ૧૮૭૩માં પિતા સાથે પ્રથમવાર શાંતિનિકેતનમાં આવીને રવીન્દ્રનાથ ટાગોર આ ઘરમાં થોડા દિવસો સુધી રહ્યા હતા. પછી જ્યારે રવીન્દ્રનાથ સ્થાયીરૂપમાં શાંતિનિકેતનમાં રહેવા આવ્યા ત્યારે પહેલા આ ઘરમાં રહ્યા હતા. આ ઘરની સામે રામકિંકર બૈજ દ્વારા નિર્મિત ‘અનિર્વાન શિખા’ નામની સુંદર મૂર્તિ છે.

                                                                                                                                                              ક્રમશ: