ઘેટાંની દુનિયા એકસરખી જ રહે સદાય પહાડી ગોવાળનો વાડો હોય કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર શ્રમ હો કે મુલાયમ મૂલ્યવાન ઊન મજૂર કે ઘેટા માટે એનો કોઈ અર્થ નથી
સુનેત્રા, રક્તિમ આભ હેઠળ જે ઘેટાં હજુ પણ ભટકે છે કોઈ સ્નેહાળ સ્પર્શ માટે એમને ખબર નથી
बचपन में घर में दवाई का कोई डिब्बा नहीं था बस एक फूँक थी जरा भी दर्द होता एकदम उनके मुँह से निकलती बिन सोचे समझे।
.
मैं नाजुक सी थी चलते, उठते, बैठते रोज चोट खाती बाबा कहते अरे देख तो कीड़ी मार दी मुझे उसके मरने का अफ़सोस होता बाबा फूटे घुटने पर तब फूँक मारते और मैं भूल जाती सबकुछ।
.
माँ चुन्नी पर भफारा भर मेरी आँख सेंकती थी एक-दो-तीन-चार कर कहती देख वे आए तेरे मामा के मोर सब रड़क भूल मैं आसमान निहारती थी। माँ की फूँक गर्माहट से भर देती थी मुझे।
.
फूँक कभी फूटी कोहनी पर लगती मरहम सी कभी भाई की टोक पर झाड़ा बन कभी चूल्हा सुलगाती कभी दीवा बुझाती कभी मोमबत्ती की लौ के बाहर-बाहर घूमती थी कोई सूल भी चुभती तो बहनें फूँक ही मारती थी जले हाथ पर भी फूँक बर्फ का काम करती रही।
.
मेरे आस-पास कितनी फूँक थी।
.
माँ! मन जलाए बैठी हूँ कुछ दिन से नया जमाना है शायद कोई फूँक असर करे तुम करो ना कुछ।
.
( सुनीता करोथवाल )
|| દાઝ્યા મન પર એક ફૂંક ||
.
નાનપણમાં ઘરે કોઈ દવાનો ડબ્બો નહોતો બસ એક ફૂંક હતી સ્હેજ પણ દુઃખાવો હોય અનાયાસ માબાપના મોઢેથી નીકળતી કશું વિચાર્યા વિના
.
હું નાજુક હતી ચાલતાં, ઊઠતાં, બેસતાં વાગતું રહેતું બાપુ કહેતા, ” અરે જો કીડી મરી ગઈ “ મને કીડી મરી જવાનો અફસોસ થતો બાપુ ઇજા પામેલા ઘૂંટણ પર ફૂંક મારતા અને હું ભૂલી જતી બધી પીડા
.
બા પાલવમાં ફુંક ભરી મારી આંખને શેક કરતી ‘ એક બે ત્રણ ચાર ‘ બોલી કહેતી જો, આવ્યા તારા મામાના મોર હું રડવું ભૂલી આકાશ તરફ જોતી માની ફૂંક ગરમાવાથી ભરી દેતી મને
.
ફૂંક ક્યારેક ઇજાગ્રસ્ત કોણી પર મલમનું કામ કરતી ક્યારેક ભાઈને નજર લાગે ત્યારે ઝાડફૂંકનું ક્યારેક એ ચૂલો સળગાવતી ક્યારેક દીવો ઓલવતી ક્યારેક મીણબત્તીની શિખાની આસપાસ ઘુમરાતી કોઈ શૂળ જેવું ભોંકાતું તો પણ બહેનો ફૂંક જ મારતી દાઝ્યા હાથ પર પણ ફૂંક બરફનું કામ કરતી
.
મારી આસપાસ કેટલી બધી ફૂંક હતી
.
મા ! મન દઝાડી બેઠી છું થોડાક દિવસથી નવો જમાનો છે કદાચ કોઈક ફૂંક અસર કરે તું કર ને કશુંક…
कभी आ भी जाना बस वैसे ही जैसे परिंदे आते हैं आंगन में या अचानक आ जाता है कोई झोंका ठंडी हवा का जैसे कभी आती है सुगंध पड़ोसी की रसोई से
.
आना जैसे बच्चा आ जाता है बगीचे में गेंद लेने या आती है गिलहरी पूरे हक़ से मुंडेर पर
..
जब आओ तो दरवाजे पर घंटी मत बजाना पुकारना मुझे नाम लेकर मुझसे समय लेकर भी मत आना हाँ , अपना समय साथ लाना फिर दोनों समय को जोड़ बनाएंगे एक झूला अतीत और भविष्य के बीच उस झूले पर जब बतियाएंगे तो शब्द वैसे ही उतरेंगे जैसे कागज़ पर उतरते हैं कविता बन
.
और जब लौटो तो थोड़ा मुझे ले जाना साथ थोड़ा खुद को छोड़े जाना फिर वापस आने के लिए खुद को एक-दूसरे से पाने के लिए।
.( गुलज़ार )
.
ક્યારેક એવી રીતે પણ આવ જેમ પંખી આવે ફળિયામાં અથવા જેમ અચાનક આવે કોઈ ઠંડી હવાની લ્હેરખી જેમ ક્યારેક આવે પડોશમાંથી રસોઈની સોડમ
.
આવ એ રીતે જેમ બાળક દોડતું આવે બગીચામાં દડો લેવા અથવા આવે ખિસકોલી સંપૂર્ણ અધિકારપૂર્વક ઘરની પાળીએ
.
જ્યારે આવ ત્યારે દરવાજે બેલ વગાડીશ નહીં પોકારજે મારું નામ સમય નક્કી કરીને પણ ન આવીશ હા પોતાનો સમય સાથે લાવજે પછી બંનેનો સમય જોડીને બનાવીશું એક હિંચકો અતીત અને ભવિષ્યની વચ્ચે એ હીંચકા પર બેસી જ્યારે ગપાટા મારીશું ત્યારે શબ્દો એમ ઉતરી આવશે જાણે કવિતા
.
અને જ્યારે પાછો ફર તો થોડોક મને લઈ જજે સાથે થોડોક સ્વયંને છોડી જજે અહીં ફરી પાછા ફરવા માટે