મોત (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ Jan2 (૧) જરા, જો તો….. કોણ દરવાજો ખટખટાવે છે ? !! અરે, હા ! સાંભળ, કદાચે’ક તો પેલું નવરું, નખ્ખોદિયું મોત જ હશે- એ જો નીકળે, ને ?? તો કહી દેજે : “નથી”, ‘એ’ તો બહાર ગયા છે. . (૨) બસ એક જ મિનીટ થોભી જા. મોતને છેલ્લી કાકલૂદી કરી જો ઉં….. કદાચ, માની યે જાય !! આમે, જન્મોનાં ચોપાનિયાં ઉથલાવતાં જ તો એને જડી’તી મારી છબિ- જોવી છે તારે ?? એણે ‘સાઈન’ પણ કરી છે, પાછળ !! . (૩) આ દુનિયામાં ગતાગમ જેવી ય કોઈ ચીજ તો હશે, ને ? હમણાં, જ યમરાજનો ટેલિફોન આવ્યો હતો- લાગે છે : હમણાં હમણાંથી એમની ‘ડીરેક્ટરી’નાં ‘પ્રિન્ટીંગ’માં કંઈને કંઈ ‘ફિયાસ્કો’ થયા જ કરે છે. મેં તો કહી દીધું : ‘રોંગ નંબર ….. !’ હા વળી !! એ કોણ રોજ ઉઠીને …………………!! . ( જયંત દેસાઈ )
સરસ ,
વધુ કહેવાનું મન થય છે
હું પુછુ છું કે આ યમરાજની ફરજ બદલી ક્યારે થશે ?