ફેર કૈં પડતો નથી – નીતિન વડગામા

By heenaparekh  

પ્રશ્ન પૂછો કે ન પૂછો ફેર કૈં પડતો નથી,

સહેજ અથવા સાવ ઝૂકો ફેર કૈં પડતો નથી.

.

આજ સુકાઈ ગયું છે એ સુગંધોનું સરોવર,

ફૂલ ચૂંટો કે ન ચૂંટો ફેર કૈં પડતો નથી.

.

સાવ લાગે છે બધિર લોકો નગરના આ બધા,

ચીસ પાડો કે ટહુકો ફેર કૈં પડતો નથી.

.

છેક તળિયેથી તૂટેલો છે ઘડો સામે ભર્યો,

હોય આખો કે અધૂરો ફેર કૈં પડતો નથી.

.

કોઈ મીઠો આવકારો ના મળે તો સાવ સામે,

આંખ હો કે હો ઝરૂખો ફેર કૈં પડતો નથી.

.

( નીતિન વડગામા )

Share

2 Comments

  1. Posted June 2, 2011 at 10:40 pm | Permalink | Reply

    ફેર કંઈ પડતો નથી…સાચે જ…હવે કંઈ જ ફેર પડતો નથી…!!!

  2. Posted June 3, 2011 at 2:27 am | Permalink | Reply

    કવિ મિત્રશ્રી નીતિનભાઇની આગવી શૈલીની,સુંદર રદિફ અને કાફિયાથી મઢી સરસ ગઝલ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME