ફરિયાદ – લક્ષ્મી ડોબરિયા

By heenaparekh  

પાંપણ ઉપર થીજી ગઈ છે જે ક્ષણો એ યાદ છે

જોયાં હતાં જે સોણલાં અકબંધ ને આબાદ છે.

 .

એના કદમને રોકવા બેડી બનાવી યાદની

આંખો મહીં એ કેદ થૈ કેવા ફરે આઝાદ છે ?

 .

આકાશને બાંધ્યું જરી સંબંધના મેં તાંતણે

ભીની થઈ આંખો અહીં ને ત્યાં થયો વરસાદ છે !

 .

કાચા હશે જો કાન તો પડઘો નહીં પાડે કદી

પાછું ફરીને જોઈ લે કોને કર્યો તેં સાદ છે.

 .

વાતો કરી આંબી જતા આકાશની ઊંચાઈને

એ લોકને પૃથ્વીતણાં પેટાળની ફરિયાદ છે.

 .

( લક્ષ્મી ડોબરિયા )

Share

One Comment

  1. Posted August 31, 2011 at 9:39 pm | Permalink | Reply

    પાંપણ ઉપર થીજી ગઈ છે જે ક્ષણો એ યાદ છે…યાદ બહુ ખરાબ વસ્તુ છે અને કદાચ એના જેટલું સારું કદાચ બીજું કઈ જ નથી…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME