Monthly Archives: August 2009
Protected: ત્રણ લઘુકાવ્યો
Protected: હોઈ પણ શકે
Protected: રણ
Protected: લે ! મને તો
Protected: સમય ચાલી ગયો
Protected: મથુરાથી ઊડીને
અમારી ભૂલ-દત્તાત્રય ભટ્ટ
અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
નિરાકારી નિરંજન રૂપને આકારવા બેઠા.
દલીલો પર નથી નિર્ભર છતાં એના જ ટેકા લઈ,
જગતના મૂળ એવા તત્વને આધારવા બેઠા.
રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.
બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા,
અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.
નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.
( દત્તાત્રય ભટ્ટ )
Protected: અમારી ભૂલ
હૈયાધારણ શું છે?-સુરેન્દ્ર કડિયા
મૂંઝવણ છે, પણ મારણ શું છે, તારણ શું છે?
અજવાળાનો ‘અ’ લખવાનું કારણ શું છે?
હું જ હવામાં ઘેરાયો છું શ્વાસ વચોવચ
ઘટના છે, પણ ઘટનાનું નિર્ધારણ શું છે?
હોઠ ફફડતાં વેંત દશે દિકપાળો ડોલ્યા
સાવ ધીમેથી પ્રગટેલું ઉચ્ચારણ શું છે?
ગગન-પિંડ છું, બંધાયો છું યુગ-યુગોથી
નવલખ તારા ફરતું આ બંધારણ શું છે?
પગલાં વચ્ચેના અવકાશો કેમ પુરાશે?
પગલે-પગલે છળતી હૈયાધારણ શું છે?
( સુરેન્દ્ર કડિયા )