તને એ કોણ સમજાવે-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે,
અસર તારી જ મારામાં હતી ક્ષણ-ક્ષણ, તને એ કોણ સમજાવે.

સમયને કોઈપણ રીતે અસલમાં ઓળખી ક્યારે શકે છે તું,
જરા ટૂંકી પડે છે આંખની સમજણ, તને એ કોણ સમજાવે.

કથા તું બોલવા માંડી ફરીથી બિંબની પાસે જઈ નાહક,
નથી રાખી શક્યા ભીતર હજી દરપણ, તને એ કોણ સમજાવે.

જરા જો તો ખરો કોઠાર સૌ તારા છલોછલ છેકથી સૂના,
ધરા કૈં ક્યારની ઝંખ્યા કરે કણકણ, તને એ કોણ સમજાવે.

સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચઈ જવાનો,
મળ્યું છે આખરે કેવું સરસ વળગણ, તને એ કોણ સમજાવે.

( શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ )

Share this

6 replies on “તને એ કોણ સમજાવે-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’”

  1. સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચઈ જવાનો,
    મળ્યું છે આખરે કેવું સરસ વળગણ, તને એ કોણ સમજાવે.

    Wah fari ek moti malyu.

    Sapana

  2. સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચઈ જવાનો,
    મળ્યું છે આખરે કેવું સરસ વળગણ, તને એ કોણ સમજાવે.

    Wah fari ek moti malyu.

    Sapana

  3. saras gazal. badha sher mananiya.

    કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે,
    અસર તારી જ મારામાં હતી ક્ષણ-ક્ષણ, તને એ કોણ સમજાવે

  4. saras gazal. badha sher mananiya.

    કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે,
    અસર તારી જ મારામાં હતી ક્ષણ-ક્ષણ, તને એ કોણ સમજાવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.