જીવતરનું ગીત

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

કદીક હોય મઝધારે ઝૂઝવું, કદીક મળી જાય કાંઠો રે.

.

રાત-દિવસની રમણાઓમાં અંધારું, અજવાળું રે

તેજ-તિમિરના તાણાવાણા, વસ્તર વણ્યું રૂપાળું રે.

.

હરિનું દીધેલ હડસેલી તું આમ શીદને નાઠો રે?

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

.

રાજમારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે

ડગલે પગલે વ્હાલ કરીને લેશે તુજને તેડી રે.

.

શુભ અવસરની જેમ જ લે તું અવસર પોંખી માઠો રે

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે.

.

( લાલજી કાનપરિયા )

4 thoughts on “જીવતરનું ગીત

  1. સરસ અને ગહન વાત સાથે કવિએ જીવતરને શેરડીનાં સાંઠા સાથે સરખાવી પાકટ કવિકર્મ અને આધ્યાત્મિક વૈચારિક સમૃદ્ધિનો પરિચય કરાવ્યો આપણને….
    સુંદર માર્મિક રચના.

    Like

  2. સરસ અને ગહન વાત સાથે કવિએ જીવતરને શેરડીનાં સાંઠા સાથે સરખાવી પાકટ કવિકર્મ અને આધ્યાત્મિક વૈચારિક સમૃદ્ધિનો પરિચય કરાવ્યો આપણને….
    સુંદર માર્મિક રચના.

    Like

Leave a reply to ડૉ. મહેશ રાવલ Cancel reply