વહી ગઈ જિંદગી થોડાઘણા સારા વિચારોમાં

કદી તારા વિચારોમાં કદી મારા વિચારોમાં

.

કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે

નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

.

બધાં દ્રશ્યો અને પાત્રો ક્રમાનુસાર બદલાતાં,

કરે છે કોણ નક્કી એમના વારા વિચારોમાં

.

સ્મરણ તારાં કદી ગુલમ્હોર પેઠે મ્હોરતાં લાગે

નસોમાં સ્થિર જાણે રક્તની ધારા વિચારોમાં

.

જગતમાં કોણ, ક્યારે, કેમ, કેવાં સ્વપ્નો સેવે છે

મને મળતા રહે છે રોજ વર્તારા વિચારોમાં

.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

4 Comments

  1. ખરેખર સરસ !!!!

    “” વહી ગઇ જિદગી થોડાઘણા સારા વિચારોમા,
    કદી તારા વિચારોમા તો કદી મારા વિચારોમા””

    હેંમન્ત વૈદ્ય

  2. ખરેખર સરસ !!!!

    “” વહી ગઇ જિદગી થોડાઘણા સારા વિચારોમા,
    કદી તારા વિચારોમા તો કદી મારા વિચારોમા””

    હેંમન્ત વૈદ્ય

  3. સારી ગઝલ થઈ છે. પણ બીજો શેર વધારે ગમ્યો.

    કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે
    નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

  4. સારી ગઝલ થઈ છે. પણ બીજો શેર વધારે ગમ્યો.

    કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે
    નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *