
પ્રિય પ્રભુ,
.
નવું વર્ષ બે હાથ ખુલ્લા કરીને મને ભેટવા માંગતા દોસ્તાર જેવું લાગે છે…
આ પત્રોમાં તારા અસ્તિત્વ જેવું જ અલ્લડપણું છે…
આ પત્રોમાં વહેતી મારી લાગણી પાસે કોઈ નિશ્ચિત નકશો નથી…
પણ પ્રામાણિક રસ્તો જરૂર છે…
આવનારું નવું વર્ષ દરેક વર્ષે લીધેલા સંકલ્પોને યાદ કરાવે છે…
આ વર્ષે સંકલ્પો નથી લેવા પરંતુ બાકી રહી ગયેલા સંકલ્પોને પૂરા કરવા છે.
સંકલ્પોને કારણે માણસ બંધિયારપણું અનુભવે છે.
પૂર્વયોજિત નીતિ-નિયમો પાસપાસે ઊગેલા દિવસોને
એક જ ઘરેડમાં જીવતાં શીખવે છે…
આ વર્ષે સહજ થઈને જીવવું છે…તારી જેમ…
બધું જ પાટી પર લખીને ભૂંસી નાખવાનું મન થાય એમ…
તારા સપનાનું સરનામું હ્રદયના ચૂકી ગયેલા ધબકાર
પાસેથી મળે-તેની રાહ જોવામાં વિતાવવું છે…
બે પાંપણની ક્ષિતિજ વચ્ચે આકાર લેતી દુનિયા
તારા નિરાકાર હોવા વિશે પ્રશ્નો જરૂર ઊભા કરે છે
પણ નવું વર્ષ ઘણા જવાબો લઈને આવે છે…
મારી આંખો એમાં પ્રૂફરીડિંગની ભૂલો ન શોધે એટલો
ભરોસો રાખી શકું ?
.
લિ.
લીધેલા સંકલ્પોને યાદ કરતો ‘હું’.
.
( અંકિત ત્રિવેદી )
હિનાબેન,
સૌ પ્રથમ આપને તેમજ આપના પરિવારને ને નૂતન વર્ષાભિનંદન !
પ્રભુ નો પત્ર ગમ્યો !
આભાર !
અશોકકુમાર-‘દાસ’
http://das.desais.net
હિનાબેન,
સૌ પ્રથમ આપને તેમજ આપના પરિવારને ને નૂતન વર્ષાભિનંદન !
પ્રભુ નો પત્ર ગમ્યો !
આભાર !
અશોકકુમાર-‘દાસ’
http://das.desais.net
અંકિતભાઇ, આ પ્રસ્તુતિ તો સ્તુતિ જેમ લાગે છે.
સ(રસ) રચના છે, પ્રભુ!
અંકિતભાઇ, આ પ્રસ્તુતિ તો સ્તુતિ જેમ લાગે છે.
સ(રસ) રચના છે, પ્રભુ!
હિના બહેન,
નૂતન વર્ષાભિનંદન.
અંકિતભાઈની રચના ગમી.
હિના બહેન,
નૂતન વર્ષાભિનંદન.
અંકિતભાઈની રચના ગમી.