અહમ – એષા દાદાવાળા

એક દિવસ મેં તને ફોન કર્યો,

’તું નહીં હોય તો હું જીવી નહીં શકું એમ ?’

એ પછી-ઘણી વાર

તારા સુધી પહોંચવા મથતી લાગણીઓના

ધમપછાડાને મારો અહમ જાળવે લે છે.

આપણે સાથે જીવેલી પળો

આંખ સામેથી પસાર થાય

અને હું સ્તબ્ધ થઈ જાઉં છું હજી પણ !

ઘણી વાર સવારે ઊઠીને અરીસા સામે ઊભી રહું

અને દેખાઈ જાય તું…

તને કશુંક કહેવા ડાયલ કરેલો ફોન

કશું બીજું જ કહીને મુકાઈ જાય છે.

આપણે રૂબરૂ મળીએ છીએ ત્યારે પણ

હાથ તો લંબાવી જ દઉં છું તારા તરફ…

પણ પછી તારી સામે લંબાવેલો હાથ

શેકહેન્ડ કરીને વાળી લઉં છું

પાછો મારી તરફ…

પણ સાચું કહું,

મારા અહમને આમ પાળી-પોષીને

મોટો નહીં કર્યો હોત

તો ખરેખર જ

હું નહીં જીવી શકી હોત તારા વગર !

.

( એષા દાદાવાળા )

Share this

8 replies on “અહમ – એષા દાદાવાળા”

 1. મારા અહ્ મ ને પાળી પોષી ને મોટો નહી કર્યો હોત…
  તો ખરેખર..
  “હુ ના જીવી શકી હોત તારા વગર…”…”મસ્ત”

 2. મારા અહ્ મ ને પાળી પોષી ને મોટો નહી કર્યો હોત…
  તો ખરેખર..
  “હુ ના જીવી શકી હોત તારા વગર…”…”મસ્ત”

 3. વાહ, સરસ અછાંદસ,

  લાગણીઓના ધમપછાડાને અહમ જો ન જાળવતો હોત તો….. સંબંધોની મજા કંઈક ઓર જ હોત…

 4. વાહ, સરસ અછાંદસ,

  લાગણીઓના ધમપછાડાને અહમ જો ન જાળવતો હોત તો….. સંબંધોની મજા કંઈક ઓર જ હોત…

 5. મારા અહમ ને પણ આમ જ જાળવી શકાશે?

 6. મારા અહમ ને પણ આમ જ જાળવી શકાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.