.
આંખ જો દદડી પડે તો શું કરો
શ્વાસ જો લથડી પડે તો શું કરો
.
કેટલું ચાહો તમે તો મૌન રહેવા
હોઠ જો ફફડી પડે તો શું કરો
.
હોય ચાહત ઘરમહીં એકાંતની
દ્વાર જો ખખડી પડે તો શું કરો
.
કેટલી જહેમત પછી પહોંચો ઉપર
ટોચ જો ગબડી પડે તો શું કરો
.
( ક્રિષ્ના પંડ્યા )
હિનાબેન,
કક્રિષ્ના પંડ્યા ની વ્યથા હકીકત છે ! સુંદર રચના !
હિનાબેન,
કક્રિષ્ના પંડ્યા ની વ્યથા હકીકત છે ! સુંદર રચના !