Skip links

તો… – રાજેશ ભટ્ટ

.

અત્યારે તું નથી

પણ હું તારામય છું.

હું તને જોઉં છું,

તને વિચારું છું,

તને શ્વસું છું….

બસ ! તું જ તું.

તું આકાશ અને હું એક વિહંગ

મારા ઉડ્ડયનની શક્તિ ઉપરાંત છે

તારો વિસ્તાર.

તારો વિચાર

મને એ રીતે મોહિત કરે છે

જેમ પાંખ ખોલીને બેઠેલા પારેવાને

પ્રથમ વર્ષાની લ્હેરખીઓ

પ્રિયે ! તારા મિલનની એક સાંજ

જો એક જિંદગી રચી દે,

તો….

તારી સાથેની એક જિંદગી

કેટલા જન્મો…?

 .

( રાજેશ ભટ્ટ )

Leave a comment

  1. આહા…I am on my way to you…coming to you…love you so very much…વર્ષ એકની પૂર્ણાહુતિ મુબારક.

  2. આહા…I am on my way to you…coming to you…love you so very much…વર્ષ એકની પૂર્ણાહુતિ મુબારક.