
મા એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર ..
મા એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય …
મા એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે ..
મા એટલે બંધ હોઠ ખુલવાની ક્રિયા,
મા એટલે ખુલેલા હોઠમાંથી દુનિયાની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ…
મા એટલે દુનિયાનો ખૂણો, છેડો કે પછી દુનિયા ??
મા એટલે વહેંચ્યા પછી પણ અવિરત વધતું વહાલ…
મા એટલે મને લેવા પોતાની જિંદગીને મોતના હાથમાં સોંપીને મારો હાથ ઝાલીને દુનિયામાં લઇ આવતો દેવદૂત….
મા એટલે બાબી,
મા એટલે કારેલાનું શાકમાં રહેલું ગોળનું ગળપણ..
મા એટલે રસોઈ કરતા સાડીને છેડે લુછી જતો હાથ..
મા એટલે મારા હાસ્યમાં જોવાતું એનું હાસ્ય મારા દુઃખનું એની આંખમાંથી વહી જતું આંસુ…
મા એટલે મને સૌથી સમજાતી અને સમજતી વ્યક્તિ…
મા એટલે મારે માટે ખાટ્ટી મીઠી દાળ…
મા એટલે મોળો ભાત અને દહીં…
મા એટલે સૌના સપનામાં જાત ને ખોઈ નાખતું વ્યક્તિત્વ…
માનું સરનામું જે દુનિયાના કોઈ પણ દેશના ઘરમાં રસોડું હોય એવી વ્યક્તિ….
મા એટલે સૌથી પહેલી જાગીને સૌથી મોડી સુતી વ્યક્તિ….
માનો સ્પર્શ એટલે કોઈ પણ દુ:ખની પહેલી દવા..
મા એટલે મારા દુઃખમાં આખી રાતનો ઉજાગરો..
મા એટલે મારા સુખમાં પોતાની ચિંતાનો સદૈવ વૈભવ માણતી વ્યક્તિ…
મા એટલે મારી જિંદગી ને પહેલા થી છેલ્લા બિંદુ સુધી એનું ઋણી બનાવી દેતું વ્યક્તિત્વ..
મા એટલે અનુભવની પાઠશાળા….
મા એટલે પોતાના વ્યક્તિત્વ અને જીવનને કૈક કેટલાય ટુકડામાં કાપીને પણ અખંડ રહેતું એક વ્યક્તિત્વ..
મા એટલે દુનિયાનો સૌથી પહેલો જાદુગર જે એને મળેલા તમામ દુખોને સુખમાં અને હાસ્યમાં બદલી નાખી શકે…
મા એટલે પોતાનું વ્યક્તિત્વ અને ખુશી ભૂલી જવાની તાકાત ધરાવતી વ્યક્તિ…..
મા એટલે અર્ધી ઊંઘમાં અનુભવાતો વાળમાં આંગળીઓ વાળો હાથ….
મા એટલે શું ?? જેનો એક માત્ર અંશ હું …મારો અણુ એ અણુ એટલે મા….
.
(પ્રીતિ ટેલર )
ખુબજ સરસ…મારા મમ્મી નું ગયા શુક્રવારે ૮ મી નવેમ્બર ૨૦૧૩ ના દિને દુખદ અવસાન થયું અને આજે પાંચમાં દિવસે તમારો આ બ્લોગ અનાયસે જ મળી ગયો અને જેટલું મા વિષે વાંચ્યું એ બધું આપણે બધાને લાગુ પડે છે.ખુબ જ આભાર આ બધા સાથે શેર કરવા માટે.
ખુબજ સરસ…મારા મમ્મી નું ગયા શુક્રવારે ૮ મી નવેમ્બર ૨૦૧૩ ના દિને દુખદ અવસાન થયું અને આજે પાંચમાં દિવસે તમારો આ બ્લોગ અનાયસે જ મળી ગયો અને જેટલું મા વિષે વાંચ્યું એ બધું આપણે બધાને લાગુ પડે છે.ખુબ જ આભાર આ બધા સાથે શેર કરવા માટે.
‘માં ‘દેવદીવાળી એ અમને મૂકીને અચાનક વિદાય લીધી
આજે આ પોસ્ટ વાંચી શેર કરવી છે…
‘માં ‘દેવદીવાળી એ અમને મૂકીને અચાનક વિદાય લીધી
આજે આ પોસ્ટ વાંચી શેર કરવી છે…