જણ જીવો જી – લાભશંકર ઠાકર

ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી,

હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.

 .

તૂટ્યા કડડ સાત સળિયા રે જણ જીવો જી,

ખૂટ્યાં નાગર તારાં નળિયાં રે જણ જીવો જી.

 .

મારગમાં મોહનજી મળીયા રે જણ જીવો જી,

રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જીવો જી.

 .

ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવો જી,

અધવચ પાથલજી મળિયા રે જણ જીવો જી.

 .

ખાવું શેં ? પીવું શેં ? લાળિયા રે જણ જીવો જી,

હાલતા ને ચાલતા પાળિયા રે જણ જીવો જી.

 .

ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવો જી,

ખટમાસ વ્હેણ સાવ વાળિયાં રે જણ જીવો જી.

 .

ભડભડ ચેહમાં બાળિયાં રે જણ જીવો જી,

અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવો જી.

 .

( લાભશંકર ઠાકર)

Share this

2 replies on “જણ જીવો જી – લાભશંકર ઠાકર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.