હીરામંડી-સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ- જિજ્ઞેશ અધ્યારૂ

 

જ્યારે સાહિત્ય કે કળાનું સ્વરૂપ સંજયભાઈ ભણશાળીની કૃતિ ‘હીરામંડી’ની જેમ ફક્ત ભવાડો બનીને રહી જાય, કળાને નામે સમાજના નકારાત્મક પાસા, નઠારી બાબતો અને વિકૃતિઓને કારણ વગર ભવ્યતા આપી એને સહજ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ કૃતિનું યથોચિત સન્માન થવું જરૂરી છે.

.

શ્રી સંજયભાઈ લીલાબેન ભણશાળીએ બનાવેલી વેબશ્રેણી હીરામંડી જોઈ. સંજયભાઈને આમ પણ મુજરા, કોઠા અને તવાયફો પ્રત્યે અદમ્ય આકર્ષણ હોય એવું એમની ફિલ્મો જોતા સહજ જણાઈ આવે. ગંગુબાઈ કાઠિયાવાડીની આલિયા ભટ્ટ હોય કે દેવદાસની માધુરી દિક્ષિત, સંજયભાઈ ‘સરસ્વતિચંદ્ર’ની પણ નાલેશી કરી ચૂક્યા છે. અહીં પણ એક જ વાત – કારણ વગરનો તદ્દન જૂઠ્ઠો ભપકો અને ભયાનક ભવ્યતા. કોઈ એમને પૂછે કે જેમની અગિયાર બાર વર્ષની દીકરીને આવી હીરામંડીમાં…. શબ્દો નથી આવી વાત પૂરી કરવા. એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી, એના વિચાર પણ તકલીફ આપતા. મંટોની વાર્તા ‘બૂ’ કે ‘ખોલ દો’ પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું. સાહિત્ય જો પીડાને માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે. સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે.

.

ક્યાંક વાંચ્યું હતું કે એમનું બાળપણ મુંબઈના કમાઠીપુરા વિસ્તાર આસપાસ વીત્યું છે, પણ તો પ્રશ્ન એ થાય કે એ સ્ત્રીઓના દુ:ખ, તકલીફો, મજબૂરી અને એમના સંઘર્ષને બદલે સંજયભાઈ એમના જીવનની કઠણાઈને કારણ વગરની અને તદ્દન નઠારી વિલાસિતા – ભવ્યતા બક્ષીને એના ખોટા સ્વરૂપને કચકડે કંડારવા અને રોકડી કરવા કેમ મંડ્યા રહે છે? અને એ બધું કર્યાં છતાં છેલ્લે એને ચલાવવા સ્વતંત્રતાની લડત અને દેશભક્તિનો મસાલો ભભરાવવો પડ્યો?

.

હીરામંડી વિશે હકીકત જાણવા માટે થોડુંક ઈતિહાસદર્શન જરૂરી છે. તમે લેફ્ટ લિબરલ ઇતિહાસકારોના લેખ કે રિવ્યૂ જોશો તો એ તમને જણાવશે કે હિરામંડી ડોગરા પ્રધાન હીરા સિંહે શરૂ કરાવી હતી. કાયમની જેમ એ એમનું અર્ધસત્ય છે. હીરામંડી હીરા સિંહે શરૂ કરાવી હતી, પણ ત્યારે એ બજારમાં કોઠા – મુજરા કે દેહવ્યાપાર નહોતાં. એમણે બજાર શરૂ કરાવી ત્યારે એ અનાજની બજાર હતી.

.

હીરા સિંહ ડોગરાની હીરામંડી

વિગત હકીકત એ છે કે 1843-44 દરમ્યાન લાહોરના ડોગરા રાજ્યના મંત્રી હીરા સિંહ ડોગરા રાજા ધ્યાનસિંહના પુત્ર હતાં જે મહારાજા રણજીત સિંહના દરબારમાં અગ્રસ્થ મંત્રી હતાં. એમણે પોતાના પુત્રને મહારાજા રણજીતસિંહજી સમક્ષ પ્રસ્તુત કર્યો. રણજીતસિંહજી તેમનાથી પ્રભાવિત થયાં અને ઘણી જાગીર આપી. શીખ સામ્રાજ્યમાં આંતરિક વિખવાદોને લીધે રાજા ધ્યાનસિંહની અને અન્ય અનેકોની એક બળવામાં હત્યા થઈ, પાંચ વર્ષના મહારાજા દુલિપ સિંહ રાજા બનાવાયા અને ચોવીસ વર્ષના હીરા સિંહ પ્રધાન બન્યા.

.

શ્રીરામપુત્ર લવના નામ પરથી બનેલું લવપુર – લાહૌર મુસાફર હ્યુ એન સંગ મુજબ સાતમી સદીમાં સમૃદ્ધ અને શાંત શહેર હતું અને એની મહત્તમ વસ્તી બ્રાહ્મણોની હતી. ઈ.સ. 1010માં પહેલીવાર એ શહેર ઈસ્લામી આક્રાંતા મહમૂદ ગઝનવીના હાથમાં ગયું, વિધ્વંસનો એનો એ પહેલો અનુભવ હતો. મુઘલકાળમાં લાહોર શહેર ફરતે કિલ્લો હતો જેમાં શહેરમાં પ્રવેશના તેર દરવાજા હતાં – અકબરી દરવાજા, ભાટી, દિલ્હી, કશ્મીરી. લાહોરી, મસીતી, મોચી, મોરી, રોશનાઈ, શાહ આલમી, શેરાંવાલા, ટકસાલી અને યક્કી દરવાજા. મુઘલોની ટંકશાળ જેની નજીક હતી એ ટકસાલી દરવાજા તરીકે ઓળખાયો અને એ ટંકશાળની નજીકના વિસ્તારમાં ધનાઢ્યોના ઘર હતાં, અને એ પછીના વિસ્તારમાં તેમના નોકરોની વસ્તી હતી. એ ધનાઢ્યોની વસ્તી પાસે ઔરંગઝેબે બાદશાહી મસ્જીદ બંધાવી હતી અને અકબરના સમયથી એ વિસ્તાર શાહી મહોલ્લા તરીકે ઓળખાતો. પોતાના મંત્રીપણા દરમ્યાન હિરાસિંહે વિચાર્યું કે ધનાઢ્યોના વિસ્તારની આસપાસ બજાર હોય તો વેપાર વધે અને લે-વેચમાં સરળતા રહે એ માટે ટંકશાળ દરવાજા નજીક શાહી મહોલ્લા પાસે તેમણે મંડી શરૂ કરાવી જેને તેમના નામ પરથી હીરા દી મંડી કહેવાતું. મૂળે અનાજ સાથે કાપડ, આભૂષણો વગેરે બધું અહીં વહેંચાતું પણ આ વિસ્તારમાં ત્યારે કોઈ કોઠા, કોઈ મુજરા કે દેહવ્યાપાર થતો નહોતો.

બીજો અગત્યનો ઘટનાક્રમ જે ઇતિહાસને હીરામંડી સાથે સાંકળે છે એ છે પાણીપતનું ત્રીજું અને ભયાનક યુદ્ધ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાતાં આતંકી લૂંટારા અહમદ શાહ અબ્દાલી (દુર્રાની) અને મરાઠાઓની સેનાઓ વચ્ચે થયું હતું.

.

અહમદ શાહ અબ્દાલી અને પાણીપતનું ત્રીજું યુદ્ધ

નાદિર શાહના મૃત્યુ પછી અહમદ શાહ દુર્રાની અફઘાનિસ્તાનનો રાજા બન્યો હતો. હુમલા કરવા. નાગરીકોની હત્યાઓ કરવી, લૂંટફાટ કરવી અને સ્ત્રીઓ તથા બાળકોને ગુલામ બનાવી લઈ જવાની તેની વૃત્તિ હતી. ભારત પરના પ્રથમ આક્રમણમાં તે હાર્યો, એનો બદલો લેવા માટે બીજી વખત હુમલો કર્યો અને સિંધુના પશ્ચિમ વિસ્તારને કબજે કર્યો.

.

પાણીપતનું ત્રીજું યુદ્ધ 14 જાન્યુઆરી 1761ના રોજ, મરાઠા અને અહમદ શાહ વચ્ચે થયું જેમાં તેના ભારતીય મુસ્લિમ સાથીઓ એવા મુગલો, ગંગા-જમુના દોઆબના રોહિલ્લા પઠાણો અને અવધના નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા સમર્થન મળ્યું. જો શુજા ઉદ દૌલાએ અહમદ શાહના સૈન્યને ખોરાક, પાણી અને હથિયારોનો પુરવઠો ન આપ્યો હોત તો એનું જીતવું અશક્ય હતું. મરાઠાઓએ પણ શુજાને સાથે જોડાવવા નિમંત્રણ મોકલ્યું હતું પણ ધર્મને લીધે એણે અહમદશાહનો સાથ આપ્યો. મરાઠાઓને તેમણે રીતસર ચોતરફથી ઘેરી લીધા અને પુરવઠો બંધ કર્યો. મરાઠાઓએ ધીરજ પૂર્વક રાહ જોઈ પણ અંતે ધીરજ ખૂટી અને તેમણે એ ઘેરાવો તોડવા મરણીયા થવું જ પડ્યું.

.

ત્યારે મરાઠા સામ્રાજ્ય અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું અને મુઘલો માટે એનો ભય મોટો હતો. સદાશિવ રાવ ભાઉની આગેવાની હેઠળ મરાઠાઓએ પચાસથી સાહિંઠ હજારની સેના સાથે અફઘાન આક્રમણનો જવાબ આપ્યો. ઇતિહાસકારો કહે છે કે તેમની સાથે લાખ સ્ત્રીઓ અને બાળકો હતાં જે માનવું અશક્ય છે. યુદ્ધે નીકળેલી સાહિંઠ હજારની સેના સાથે લાખ સામાન્ય નાગરિકો? ઇતિહાસકારો લખે છે કે એ સ્ત્રીઓ, વડીલો અને બાળકો સાથે મથુરા, વૃંદાવન, કાશી, ચારધામ જેવા તીર્થોની યાત્રા માટે નીકળ્યા હતાં. શીખ ઈતિહાસકારો આ સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા વીસ હજાર આલેખે છે તો ક્યાંક સત્તર હજાર અને ક્યાંક બે હજાર પણ છે.

.

અહમદ શાહના સૈન્યએ મરાઠા સૈન્યના અનેક વિભાગોનો નાશ કર્યા પછી વિજય મેળવ્યો. વિલાસ રાવ ભાઉ, સદાશિવ રાવ ભાઉ જેવા મોટાભાગના મરાઠા નેતાઓ યુદ્ધમાં માર્યા ગયા જ્યારે હોલકર ગ્વાલિયરની સુરક્ષામાં જતા રહ્યાં. આ લડાઈ 18મી સદીની સૌથી લોહિયાળ લડાઈ માનવામાં આવે છે જેમાં એક જ દિવસમાં લાખથી વધુ સૈનિકોની જાનહાનિ થઈ. મરાઠાઓને રાજપૂત, જાટ અને શીખ રાજ્યોનો સાથ મળ્યો હોત પણ મરાઠાઓના વહીવટ અને આંતરિક જૂથબંધીએ એ કોઈ સાથે ન આવ્યા.

.

જીત પછી અફઘાન ઘોડેસવારો અને સૈનિકોએ પાણીપતની શેરીઓમાં જઘન્ય નૃશંસતા આચરી. હજારો મરાઠા સૈનિકો અને પાણીપતના પુરુષ નાગરિકોની હત્યા કરી. પાણીપતની શેરીઓમાં આશરો લેતી સ્ત્રીઓ અને બાળકોને ગુલામો તરીકે અફઘાન શિબિરોમાં લવાયા, ચૌદથી વધુ ઉંમરના બાળકોને તેમની માતાઓ અને બહેનોની સામે શિરચ્છેદ કરાયા. અફઘાન અધિકારીઓ કે જેમણે યુદ્ધમાં તેમના સ્વજનો ગુમાવ્યા હતા તેઓને બીજા દિવસે પણ પાણીપત અને આસપાસના વિસ્તારમાં ‘કાફીર’ હિંદુઓનો નરસંહાર કરવાની પરવાનગી આપવામાં આવી. તેઓએ તેમના છાવણીઓની બહાર કપાયેલા માથાના ઢગલા વિજયના પ્રતીક તરીકે ગોઠવ્યા. ઈતિહાસ મુજબ, યુદ્ધ પછીના દિવસે પણ લગભગ ચાલીસ હજાર લોકોની ઠંડા કલેજે ઘાતકી હત્યા કરાઈ.

.

બંદી બનાવાયેલા સૈનિકો શિરચ્છેદ કરાયા. સ્ત્રીઓ અને બાળકીઓને ગુલામ તરીકે અફઘાનિસ્તાનમાં વેચવા લઈ જવાયા. એપ્રિલ-મે 1961માં આ સરઘસ નીકળ્યું. રસ્તામાં અફઘાન સૈનિકો પોતાની વાસના સંતોષવા માટે પણ તેમનો ઉપયોગ કરતાં.

.

શીખોની વીરતા અને સદભાવના

આ સમય સુધી શીખોએ આ યુદ્ધમાં કોઈ પક્ષ લીધો નહોતો પણ સ્ત્રીઓ અને બાળકોની આ સ્થિતિની જાણ થઈ. અમૃતસર ખાતે તેમની દ્વિ-વાર્ષિક બેઠકમાં મરાઠાઓ દ્વારા પરિસ્થિતિથી માહિતિગાર કરાયા અને મદદ માટે વિનંતી કરાઈ પછી તેમનો રોષ ભભૂકી ઉઠ્યો. કોઈ હુમલાનો ડર ન હોવાથી અને જીતના મદમાં આંધળા એવા અબ્દાલીના સૈન્યની પાછળની તરફ શીખોએ અચાનક હુમલો કરી અબ્દાલીને ચોંકાવી દીધો. સેનાની પાછળ ચાલતી મોટા ભાગની બંદી સ્ત્રીઓને છોડાવવામાં તેઓ સફળ થયાં. તેમનો હેતુ યુદ્ધ નહોતો પણ આ સ્ત્રીઓને મુક્ત કરાવવાનો હતો. આ મુક્તિ પાકિસ્તાનના ગુજરાતમાં વજીરાબાદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલી જગ્યાએ થઈ અને એમાં ઘણાં શીખ સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયાં.

.

મોટાભાગની વિધવા સ્ત્રીઓ પાસે પરત જવા પરિવાર નહોતો. એમાંથી ઘણી શીખ સૈનિકો સાથે પરણી ત્યાં જ સ્થાયી થઈ. તો પણ ઘણી સ્ત્રીઓને અબ્દાલી સાથે લઈ ગયો અને અબ્દાલીના સૈનિકો દ્વારા લાહોર પાસેના વિસ્તારમાં આ સ્ત્રીઓનો દેહવ્યાપાર શરૂ કરાયો હોવાનું મનાય છે જે હીરા સિંહ ડોગરાથી લગભગ એંશી વર્ષ પહેલાની ઘટના છે.

.

સંજયભાઈની હીરામંડીની હકીકત

અબ્દાલીના સૈનિકોએ સ્ત્રીઓને લાહોર પાસે પુરાની અનારકલી નામના વિસ્તારમાં રાખી હતી, આ વિસ્તાર અકબરની સેવિકા અનારકલીના નામ પરથી જાણીતો છે જે એક નાચ દરમ્યાન સલીમ તરફ જોઈને હસી એટલે એને દીવાલમાં ચણાવી દેવાઈ હતી. કે. આસિફે આ ઇતિહાસ પરથી અનારકલી અને સલીમના પ્રેમની કથા મુગલે આઝમ બનાવી હતી. શું તમને લાગે છે કે ખરેખર અનારકલી અકબરની સામે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ગાઈ શકી હશે? અલાઉદ્દીન ખીલજીના કાળમાં અને તે પછીથી મુઘલોએ અને પછી અફઘાન શાસન દરમ્યાન આ જ વિસ્તારમાં અફઘાન, ઉઝબેક અને હિંદના વિસ્તારોમાંથી અનેક સ્ત્રીઓને લાવીને નાચગાન અને મોજશોખ માટે રાખી હતી, એમની સાથે કેવો વ્યવહાર થતો હશે એ સમજવું મુશ્કેલ નથી. આપણે જહાંગીરના ન્યાયના પાઠ ભણ્યા છીએ પણ એ જહાંગીરે પરાજિત રાજાની અને પ્રજામાંથી જે ગમે તે સ્ત્રીઓને હરમમાં અને શાહી વેશ્યાલયોમાં રાખવાનો નિયમ બનાવ્યો હતો. લાહૌરના શાહી મહોલ્લામાંથી સ્ત્રીઓને લઈ જવા માટે પરમિટ સિસ્ટમ હતી એમ ઇતિહાસકારો નોંધે છે. આવા મહોલ્લા દરેક શહેરમાં હતાં. ફતેહપુર સીક્રીમાં એને શૈતાનપુરા નામે ઓળખાતો. લાહોરમાં અબ્દાલી પછી અંગ્રેજ રાજ દરમ્યાન એ દેહવ્યાપારનું કેન્દ્ર લાહૌરી ગેટ પાસે બુખારી બજાર ફેરવ્યું પણ એમાં ફાવ્યા નહીં અને એ ટંકશાળ પાસે હીરામંડીમાં ઓગણીસમી સદીમાં આ પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. ઝાહીર અકાસી તેમના પુસ્તક હીરામંડીમાં આ વાત વિગતે આલેખે છે. આ વિસ્તાર ફરી 1799માં શીખોના હાથમાં આવ્યો પણ ત્યાં સુધી ઘણું બધું બદલાઈ ગયું હતું. કથા છે કે 21 વર્ષના મહારાજા રણજીતસિંહ પણ આવી જ એક મુસ્લિમ કન્યા મોરણના પ્રેમમાં પડ્યા અને એને પત્નીનું સન્માન આપ્યું એ બદલ એમને રાજ્ય તરફથી સો કોરડાની સજા અપાઈ પણ પ્રજાની ભાવનાઓને જોતાં એક જ કોરડો થયો. રણજીતસિંહે મોરણ સરકાર સાથે લગ્ન કર્યા અને રાણીનો દરજ્જો આપ્યો, તેમને માટે મસ્જીદ બનાવી, એમના નામે સિક્કા બન્યા તો વળતાં તેમણે મહારાજ માટે શિવમંદિર બનાવડાવ્યું. પણ બધી સ્ત્રીઓના નસીબ મોરણ જેવા નથી હોતાં.

.

ડાબેરી ઈતિહાસકારો લખે છે કે શાહી મહોલ્લો કથક શીખવાનું કેન્દ્ર હતો. ઉચ્ચ ઘરાનાની રાજાશાહી અને હિંદુ દીકરીઓ ત્યાં કથક વગેરે નૃત્યો શીખતી અને નવાબો પોતાના સંતાનોને તમીઝ શીખવવા તવાયફો પાસે મોકલતા – જે સાવ જૂઠ્ઠાણું છે. ભૂલેચૂકે પણ નકાબ વગર દેખાતી કોઈપણ કન્યાઓને ઉઠાવી લેવાતી અને એમાંથી મંત્રીઓની દીકરીઓ અને પત્નીઓ પણ સુરક્ષિત નહોતી. અકબરના શાહી હરમમાં પાંચ હજાર સ્ત્રીઓ હોવાનું અબુલ ફઝલ નોંધે છે.

.

કથકથી મુજરા સુધી

કથક મૂળે ભક્તિ સંપ્રદાયની ઈશ્વર પ્રાર્થનાનો પ્રકાર હતો જેમાં કૃષ્ણ ભક્તિના ગીતો હતાં. મુઘલોએ અનેક મંદિરોનો નાશ કર્યો પછી મંદિરોમાં સેવા આપતી એ નૃત્યાંગનાઓને તેમના દરબારમાં નાચવા લવાઈ અને એની સાથે બધાં અનિષ્ટો શરૂ થયાં. કથકમાં પેમલા-પેમલીઓની કે તૂટેલા દિલની વાતો નહોતી. વળી કથક ઉસ્તાદો કઈ રીતે શીખવી શકે? એને શીખવવા માટે નૃત્ય ગુરુઓ હતાં. જેમ ‘છાપ તિલક સબ છીની મોસે નૈના મિલાઈ કે’ એ ધર્મપરિવર્તનનું ગીત છે એમ જ કથકને તાલે અનેક ઉર્દુ ગીતો અને ગઝલો રચાયાં અને નૃત્યની આખી વિભાવના ફરી ગઈ. એ નૃત્ય વિલાસિતા અને ઉચ્છૃંખલતાનું પરિમાણ બન્યું.

.

મુજરા નામનો નૃત્યનો કોઈ પ્રકાર છે જ નહીં! મુઘલકાળમાં બાદશાહો, નવાબો અને એમના વજીરોએ કથક નૃત્યાંગનાઓને બળજબરીથી પોતાના મનોરંજન માટે આવા નૃત્યો કરવા રાખી અને એ રાગોમાં ઉર્દુ ગીતો લખાયા જેની પ્રસ્તુતિ મહેફિલ તરીકે ઓળખાતી. મુઘલો પહેલા મુજરાના કોઈ સગડ નથી. મુજરા શબ્દનો મરાઠી અર્થ છે આદર આપવો જેને ઉર્દુમાં ઉત્તેજક નાચ સાથે સાંકળી દેવાયો.

સંજયભાઈ પોતાની વેબસીરીઝને beautiful world of Heera Mandi કહીને આલેખે છે એ હકીકતે દેશવિદેશની અનેક સ્ત્રીઓ અને મહદંશે હિંદુ દીકરીઓ પરના સદીઓના અત્યાચારનું, દમનનું કેન્દ્ર છે. એમને બળજબરીથી દેહવેપારમાં ધકેલાઈ, એમના સંઘર્ષ, તકલીફો અને બદતર જીવનપદ્ધતિને અવાજ આપવાને બદલે સંજયભાઈએ એ આખો દૃષ્ટિકોણ ભવ્ય સેટ, આભૂષણો, ભપકા અને સ્ત્રીઓની ફેશન પરેડમાં ફેરવી નાખ્યો. એ હદે કે એક સમયે જેના વિચારથી સ્ત્રીઓ થરથર ધ્રૂજતી એ જ મુજરા પર અત્યારે રીલ્સ બનાવે છે. ત્યારે એ સ્ત્રીઓ વખાની મારી મરી મરીને જીવન જીવતી મજબૂરીમાં આવા નૃત્યો કરતી, આજે સંજયભાઈને પ્રતાપે રીલ્સને નામે એ મજબૂર સ્ત્રીઓ મજાક બની રહી છે. સમાજના પતનની આવી ઝડપ ભાગ્યે જ જોવાઈ હશે.

.

સંજયભાઈની ‘ગંગુબાઈ’ રીલીઝ થઈ ત્યારે અનેક નાની બાળકીઓ એની ક્લિપો બનાવતી હતી. સોળ સત્તરમી સદીમાં આક્રાંતાઓ દ્વારા અગિયાર બાર વર્ષની દીકરીઓને બળજબરીથી હીરામંડીમાં ધકેલી દેવાતી અને એમની જિંદગી નરક બની જતી, એમના માતાપિતાનું જીવન બરબાદ થઈ જતું. અનેક કુટુંબો નાશ પામતા પણ સંજયભાઈએ એ હીરામંડીની સ્ત્રીઓની તકલીફો અને દુ:ખનો નઠારો વેપાર કર્યો અને વધુ ઘૃણાસ્પદ એ છે કે લોકો અને ‘કળા’ ને નામે વધાવે છે. મારે એમને પૂછવું છે કે 1940ના લાહોરમાં દિલ્હીની ઉર્દુ, લખનવી વસ્ત્રો અને 2024ની ફેશન સાથે એ ‘કળા’ કઈ રીતે બંધ બેસે છે? સંજયભાઈએ ધાર્યું હોત તો હીરામંડીની સ્ત્રીઓની યાતનાઓ, એમની સંજોગો સામે ઝઝૂમવાની ચાનક, કપરા સંજોગોમાં પણ જીવન ટકાવી રાખવાની પદ્ધતિ વિશે વેબસીરીઝ બનાવી શક્યા હોત, અબ્દાલીથી લઈને હીરા સિંહ અને મુગલોથી લઈને અંગ્રેજો સુધીના ઇતિહાસનો કોઈ પણ કાળખંડ લઈ શક્યા હોત, પણ એમને ઇતિહાસમાં રસ નહોતો, એમનો રસ તવાયફો અને મુજરામાં હતો. જો એ સાચો ઇતિહાસ દેખાડત તો એનો આટલો ભપકો ન હોત, એની રીલ્સ ન બનત, વાઇરલ ન થાત! ધ કશ્મીર ફાઇલ્સ કે કેરાલા સ્ટોરીની જેમ એ લોકચેતના જગાવત જે સંજયભાઈ જેવા સર્જકોને ગમ્યું ન હોત.

.

હજુ તો સંજયભાઈએ વાપરેલા આમિર ખુસરોના ‘સકલ બન’ ગીતના મૂળ – એના ત્યારથી ચાલતા પ્રોપગેન્ડા વિશે, ગજગામિની ચાલના મૂળથી તદ્દન જુદા બિભત્સ ચિત્રણ વિશે પણ વિગતે લખવું હતું પણ લેખ ખૂબ લંબાઈ જાય એટલે એ ફરી ક્યારેક.

.

– જિજ્ઞેશ અધ્યારૂ (22 મે 2024)

A Review of Sanjay Leela Bhansali Netflix webseries Heeramandi

 

Jignesh L. Adhyaru

Head – Projects, APM Terminals Pipavav

 

B.E. Civil, M.E. Geotech, MIE, C. Engg,(I)

I am on: I Linkedin

लड़के हमेशा खड़े रहे-सुनीता करोथवाल

.

लड़के हमेशा खड़े रहे
खड़ा रहना उनकी कोई मजबूरी नहीं रही
बस उन्हें कहा गया हर बार
चलो तुम तो लड़के हो खड़े हो आओ
तुम मलंगों का कुछ नहीं बिगड़ने वाला
छोटी-छोटी बातों पर वे खड़े रहे कक्षा के बाहर
.
स्कूल विदाई पर जब ली गई ग्रुप फोटो
लड़कियाँ हमेशा आगे बैठी
और लड़के बगल में हाथ दिए पीछे खड़े रहे
वे तस्वीरों में आज तक खड़े हैं
.
कॉलेज के बाहर खड़े होकर
करते रहे किसी लड़की का इंतजार
या किसी घर के बाहर घंटों खड़े रहे
एक झलक,एक हाँ के लिए
अपने आपको आधा छोड़
वे आज भी वहीं रह गए हैं।
.
बहन-बेटी की शादी में खड़े रहे मंडप के बाहर
बारात का स्वागत करने के लिए
खड़े रहे रात भर हलवाई के पास
कभी भाजी में कोई कमी ना रहे
खड़े रहे खाने की स्टाल के साथ
कोई स्वाद कहीं खत्म न हो जाए
खड़े रहे विदाई तक दरवाजे के सहारे
और टैंट के अंतिम पाईप के उखड़ जाने तक
बेटियाँ-बहनें जब तक वापिस लौटेंगी
वे खड़े ही मिलेंगे।
.
वे खड़े रहे पत्नी को सीट पर बैठाकर
बस या ट्रेन की खिड़की थाम कर
वे खड़े रहे बहन के साथ घर के काम में
कोई भारी सामान थामकर
वे खड़े रहे माँ के ऑपरेशन के समय
ओ. टी. के बाहर घंटों
वे खड़े रहे पिता की मौत पर अंतिम लकड़ी के जल जाने तक
वे खड़े रहे दिसंबर में भी
अस्थियाँ बहाते हुए गंगा के बर्फ से पानी में
लड़कों रीढ़ तो तुम्हारी पीठ में भी है
क्या यह अकड़ती नहीं?

( सुनीता करोथवाल )

દીકરાઓ હંમેશા ઊભા રહ્યા
ઊભા રહેવું એમની કોઈ મજબૂરી નથી
બસ એમને કહેવામાં આવ્યું.. હંમેશા
ચાલો તમે તો છોકરાઓ છો ઊભા રહી જાવ
તમે જડસુઓનું કંઈ બગડી જવાનું નથી
.
નાનીનાની વાતોમાં એ વર્ગની બહાર ઊભા રહ્યા
શાળા વિદાય સમારંભનો જ્યારે ફોટો લેવામાં આવ્યો
છોકરીઓ હંમેશા આગળ બેઠી
અને છોકરાઓ અદબ વાળીને પાછળ ઊભા રહ્યા
તેઓ ફોટોમાં આજ સુધી ઊભા રહ્યા
.
કોલેજની બહાર ઊભા રહીને
જોતા રહ્યા કોઈ છોકરીની રાહ
અથવા કોઈ ઘરની સામે કલાકો ઊભા રહ્યા
એક ઝલક, એક હા માટે
તેઓની અડધી જાત આજેય ત્યાં જ રહી ગઈ છે.
.
બહેન-દીકરીનાં લગ્નમાં ઊભા રહ્યા મંડપની બહાર
જાનનું સ્વાગત કરવા માટે
ઊભા રહ્યા આખી રાત કંદોઈ પાસે
ક્યારેય કોઈ શાક ઓછું ન પડે
ઊભા રહ્યા ખાવાનાં મેજ પાસે
ક્યાંક કોઈ વ્યંજન ખતમ ન થઈ જાય
ઊભા રહ્યા વિદાય સુધી દરવાજાના ટેકે
અને મંડપનો છેલ્લો સ્તંભ સંકેલી લેવામાં આવે ત્યાં સુધી
બહેન-દીકરીઓ જ્યારે પગફેરે આવશે
તેઓ ત્યાં ઊભેલા જ હશે.
.
તેઓ ઊભા રહ્યા પત્નિને સીટ પર બેસાડીને
બસ કે ટ્રેનની બારી પકડીને
તેઓ ઊભા રહ્યા બહેનની સાથે ઘરનાં કામમાં કોઈ વજનદાર વસ્તુ ઊંચકીને
તેઓ ઊભા રહ્યા માના ઓપરેશનના સમયે
ઓ. ટી.ની બહાર કલાકો
તેઓ ઊભા રહ્યા પિતાનાં મૃત્યુ વખતે છેલ્લું લાકડું બળી જાય ત્યાં સુધી
તેઓ ઊભા રહ્યા ડિસેમ્બરમાં પણ
ગંગાનાં બરફીલા પાણીમાં અસ્થિઓ વહાવતા
.
દીકરાઓ,
બરડો તો તમારી પીઠમાંય છે
શું એ ઝકડાઈ જતો નથી ?
.

( સુનીતા કરોથવાલ, અનુ. નેહા પુરોહિત )

 

હશે એ મિત્ર સાચો-હિમલ પંડ્યા

.

કહો ને! ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો!
.
હંમેશા એ જ કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની, બ્હાર તો ઘોંઘાટ હોવાનો!
.
લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું;
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો!
.
કરું છું બંધ મુઠ્ઠીને, સરકતો જાય છે તો યે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો!
.
ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જિવાયું છે,
ખબર ન્હોતી કે સોદો આ ય મોંઘોદાટ હોવાનો!
.
( હિમલ પંડ્યા )

रामलला-मनमीत सोनी

.

आँख सरयू है आज रामलला।
तू ही हर सू है आज रामलला।
.
दिन किसी फूल-सा महक उट्ठा
रात ख़ुशबू है आज रामलला।
.
हम भी सूरज हैं तेरी रहमत से
कौन जुगनू है आज रामलला?
.
बाद आबाद कितनी सदियों के
तेरा पहलू है आज रामलला।
.
वो तिहत्तर बरस का बूढा शख़्स
तेरा बाज़ू है आज रामलला।
.
केसरी रंग का उगा सूरज
तेरा जादू है आज रामलला।
.
उसको जीने का मिल गया मक़सद
जो भी हिन्दू है आज रामलला।
.
( मनमीत सोनी )

राम : कुछ शब्द-चित्र : भाग पांच-मनमीत सोनी

.

1.
क्योंकि अब
मैं अपने राम का कवि हूँ-
क्या इसीलिए
तुम्हारे काम का कवि नहीं हूँ?
.
2.
मैं कवि हूँ
मैं भक्त नहीं हूँ..
जाओ!
और मुझे
इस अवसाद में घुलने दो
कि रामराज्य आ भी गया
तो जीवन-मृत्यु का क्या होगा?
.
3.
सीताएँ
धरती में समाती रही हैं..
राम
नदियों में डूबते रहे हैं..
कोई तो बताए..
आसमान जैसे लोग
आख़िर
कहाँ चूकते रहे हैं?
.
4.
तुलसीदास जी!
एक बात कहूँ?
बुरा तो नहीं मानेंगे?
मेरी रत्ना ने मुझे भी वही उलाहना दिया था, जो आप की रत्ना ने आप को दिया था।
लेकिन मैं हार कर रामचरितमानस नहीं लिखने बैठ गया।
बल्कि मैंने अपनी रत्ना को इस बार अलग तरीक़े से प्यार किया और उसने इस बार मुझे कोई उलाहना नहीं दिया।
उलटे वह तो मेरी और ज़्यादा दीवानी हो गई।
तुलसीदास जी!
एक बात और कहूँ?
बुरा तो नहीं मानेंगे?
.
5.
रामजी ने ताड़का को तीर मारा
तीर ताड़का के बाएं सीने में घुप गया
ताड़का धरती पर गश खा कर गिर गई
लक्ष्मण जी ख़ुशी से फूले न समाए
लक्ष्मण जी ने राम जी से कहा :
मर गई दुष्ट!
राम जी ने लक्ष्मण जी से कहा :
अच्छी बात है! लेकिन इस देवी को भी कहाँ पता था कि वह राक्षसी थी!
.
( मनमीत सोनी )

राम : कुछ शब्द-चित्र : भाग चार-मनमीत सोनी

.

1.
मेरे राम
ईश्वर राम हैं
केवल सेनानायक राम नहीं..
राम के विरुद्ध बोलने से
वह बस राम का नहीं रहता
लेकिन राम का नहीं रहने से
वह रावण का भी तो नहीं हो जाता!
.
2.
कैकेयी
एक चालाक रानी-भर नहीं थी-
कैकेयी
दरअसल दशरथ के भीतर की
एक बहुत पुरानी बेचैनी थी
जिसे दशरथ को बुझाना नहीं आया!
.
3.
राम जैसे ईश्वर से
मनुष्य के अभिनय में कितनी ही चूकें हुई हैं –
मैं इसीलिए तो कहता हूँ..
मनुष्यों को
देवताओं का अभिनय करने से बचना चाहिए!
.
4.
यह मत समझना
कि यह मंदिर
अब कभी नहीं टूटेगा
अधर्म
फिर आएगा
और फिर-फिर आएगा
तम्बू में
एक बार नहीं
बल्कि कई बार रहना पड़ेगा
श्री राम जी को
एक ढांचा
मनुष्य की हड्डियों और लहू से बना ढांचा
कभी भी खड़ा हो जाएगा
कितनी ही शताब्दियाँ
फिर ज़ाया हो जाएँगी
खूँख़्वार मनुष्य की रीढ़ सीधी करने में!
.
( मनमीत सोनी )

राम : कुछ शब्द-चित्र : भाग तीन-मनमीत सोनी

.

1.
अजी! क्या आपको मुझ पर शक है?
“कैसी बात करती हो सीते? बिलकुल नहीं!”
तो फिर डरते क्यों हैं?
“डरता हूँ कि लोग फिर भी बहुत कुछ कहेंगे!”
लोगों को भूल जाइये!
“कैसे भूल जाऊँ! मेरी प्रजा है!”
सीताजी के तन-बदन में आग लग गई। कालांतर में कुछ भोले और मूर्खों ने इसे सचमुच की आग समझ लिया। आज जिसे अग्नि-परीक्षा कहते हैं, दरअसल वह अपने मूल में पति-पत्नी की मीठी तकरार थी!
.
2.
रामायण में सब कुछ आदर्श है। इतना आदर्श है कि तुलसीदास जैसा भक्त इस पर रामचरित मानस लिख सकता है मगर मनमीत जैसा खल-कामी दस-बारह कविताओं में ही थक जाता है!
.
3.
पका हुआ फल
खिला हुआ फूल
माँ का पहला दूध
बच्चे का टूटा दाँत
पुरुष की पहली कमाई
नई-नई बहू ने नेगचार आदि-आदि..
मेरे बिम्ब
कितने साफ़-सुथरे हो जाते हैं-
जब मैं राम का नाम लेता हूँ!
.
4.
जो स्त्री
किसी के टोकने पर
आग में जल सकती है
और धरती में समा सकती है
वह किसी रावण के बाँधने से क्या बँधती?
लेकिन यह
एक स्त्री का निर्दोष हठ था
कि उसका पुरुष आएगा
पूरी बरात और ढ़ोल-धमाकों के साथ आएगा
और जब तक
वह नहीं आएगा
वह अपनी रस्सियाँ नहीं खोलेगी!
.
( मनमीत सोनी )

राम : कुछ शब्द-चित्र : भाग दो-मनमीत सोनी

.

1.
मैं दावे से तो नहीं कह सकता
फिर भी ऐसा लगता है
कि वनवास का सुख भोगने के बाद
रामजी का मन अयोध्या में लगा नहीं होगा!
.
2.
कैकेयी तो बहाना था
वह तो वैसे भी वनवास जाता-
जो इतना विनम्र था
जो इतना सहनशील था
और जिसने माता-पिता के झगड़े देखे थे!
.
3.
किसी राम के नहीं छुए जाने तक हर स्त्री
और किसी सीता के नहीं छुए जाने तक हर पुरुष-
एक अहिल्या ही तो है!
.
4.
राम ने
स्वयं को सगुण राम से
निर्गुण राम बनते देखा है..
और यह राम के साथ न्याय है या अन्याय..
कोई नहीं जानता!
.
5.
राम
फूट कर रोते हैं
लेकिन खुल कर हँस नहीं पाते –
कहानीकार क्या कहना चाहता है?
.

( मनमीत सोनी )

राम : कुछ शब्द-चित्र : भाग एक-मनमीत सोनी

.

1.
मुझे क्यों लग रहा है
कि मैं वही केवट हूँ
और इस रेगिस्तान में
बह रही है एक नदी..
जो अयोध्या जा रही है!
.
2.
मैं
अपने घर का बड़ा ही बड़ा बेटा हूँ
और इस नाते
मैं एक छोटा-मोटा राम ही तो हुआ..
मुझे
रामजी की सौगंध
कि मैं सगे, चचेरे और ममेरे भाई-बहनों के लिए
कोई भी क़ुरबानी दूँगा!
.
3.
रामजी ने
शिवजी का धनुष तोड़ दिया-
रामजी को कोई जोर नहीं आया!
लेकिन रामजी ने
जब प्रेम का धनुष उठाया
तो रामजी के भी पसीने छूट गए!
.
4.
डरपोक लोगो!
बच्चे के जन्म पर कहा करो :
राम नाम सत्य है!
मुर्दे को क्या सुनाते हो?
.
( मनमीत सोनी  )

ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૬)-આશુતોષ ગીતા દેસાઈ

.

૧૯૪૯ની એ સાલ વિશેની વાત આપણે ગત હપ્તામાં કરી હતી. કઈ રીતે આપણા આઝાદ થયેલા દેશના પ્રથમ પ્રધાનમંત્રી મહાન નેતા શ્રી જવાહરલાલ નહેરૂએ રામચન્દ્રજીની મૂર્તિને જાળીવાળી એક દીવાલ બનાવી કેદ કરી દીધા. હવે આગળ…

૧૯૫૦ની સાલમાં હિંદૂ મહાસભાના આધિકારિક વક્તા એવા ગોપાલ વિશારદ સાહેબે ફૈઝાબાદની અદાલતમાં અરજી નાખી. રામ મંદિર માટે બીજીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો. પણ આ વખતે ગોપાલ વિશારદ સાહેબની અરજીને માન્ય રાખવામાં આવી. તેમણે અરજીમાં કોર્ટને કહ્યું હતું કે, આ સ્થાન એ હિંદૂઓની આસ્થાનું સ્થાન છે અને નામદાર કોર્ટ આ મંદિરમાં પૂજા કરવા દેવાની પરવાનગી આપે. કોર્ટે અરજી મંજૂર કરી અને હિંદૂઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી મળી, પણ માત્ર બહારથી. સામાન્ય જનતા જાળીવાળા પેલા દરવાજાની બહારથી જ મૂર્તિના દર્શન કરી શકતી હતી. મંદિરની અંદર માત્ર પૂજારીને જ જવાની પરવાનગી હતી. ૩૪ વર્ષ સુધી આની આ પરિસ્થિતિ અયોધ્યામાં ચાલતી રહી.

.

૧૯૮૪ની સાલમાં અયોધ્યાના મંદિરની પરિસ્થિતિમાં કદાચ કોઈ મોટો બદલાવ થવાનો હતો. પરંતુ, ત્યાં જ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ગઈ અને તે બદલાવની ઘડી થોડી પાછી ઠેલાઇ ગઈ. વાત કંઈક એવી હતી કે, ૧૯૮૪ની સાલમાં વિશ્વ હિંદૂ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા થઇ એક સમિતિની સ્થાપના કરી. અને નક્કી એવું થયું કે સીતામઢીથી શરૂ કરી અયોધ્યા સુધી આ સમિતિ એક રથયાત્રા કાઢશે. પરંતુ, ત્યાં જ ઈન્દિરાજીના મૃત્યુના સમાચાર આવ્યા અને રથયાત્રાનું પ્લાનિંગ હાલ પૂરતું અભેરાઈએ ચઢાવી દેવું પડ્યું.

.

ઈન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને ૧૯૮૬ની સાલમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એવા કેસનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો જે આખાય દેશમાં અત્યંત ચર્ચામાં રહ્યો હતો. કોર્ટમાં અનેકવાર ઉહાપોહ થયો હતો. “શાહબાનો કેસ!” આ વિષે આપણે બધા જ જાણીએ છીએ. શાહબાનો પોતાના પતિ પાસે ગુજરાન ચલાવવાનું ભથ્થું મેળવવા અંગેનો કેસ જીતી ગઈ અને દેશભરના મુસ્લિમોને એવું લાગ્યું કે જાણે સરકાર અને કોર્ટે તેમના શરીયા કાનૂનનું અપમાન કરી નાખ્યું છે. વોટબેન્કની ચિંતામાં ચિંતિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો, તે પ્રસ્તાવ સંસદમાં પાસ પણ કરાવ્યો અને કોર્ટના આખાય ચૂકાદાને જ તેમણે પલટાવી નાખ્યો. આ કોઈ બીજાનું નહિ પણ કોર્ટનું અપમાન હતું. દેશનું અપમાન હતું. હિંદૂઓ ભડક્યા. આ અસંતોષ એટલો મોટો હતો કે આખાય દેશમાં તેનો અવાજ ગૂંજવા માંડ્યો. સંસદમાં પ્રસ્તાવ પાસ કરાવી લઇને મુસ્લિમોને ખુશ કરી જ દીધા હતા. હવે હિંદૂઓને ખુશ કરવાના હતા… તો શું કરવું? રાજીવ ગાંધીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો. બાબરી મસ્જિદમાં હિંદૂઓના પ્રવેશ પર પેલું જે તાળું લાગેલું હતું એ તાળું ખોલાવી નાખ્યું, હિંદૂઓને ત્યાં પૂજા-અર્ચના કરવાની પરવાનગી આપી દેવામાં આવી.

.

પહેલા મુસ્લિમોને ખુશ કર્યા અને ત્યારબાદ હિંદૂઓ ભડક્યા તો તેમને પણ શાંત કર્યા. પણ રાજીવ ગાંધીને કદાચ એ નહોતી ખબર કે, હિંદૂઓને શાંત કરવા માટે તેમણે આ જે નિર્ણય લીધો છે તેનાથી આખોય મામલો શાંત નથી પાડવાનો, પણ ઉલટાનો વધુ ભડકવાનો હતો. ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૮૬નો એ દિવસ… હિંદૂઓને તેમના પ્રભુ શ્રી રામની પૂજા કરવાની પરવાનગી મળી તેથી નાખુશ અને ગુસ્સે ભરાયેલા મુસ્લિમોએ એક સમિતિની રચના કરી. “બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ!”

.

૧૯૮૯ની સાલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતૃત્વ હેઠળ રામ જન્મભૂમિ કે જે હિંદૂઓ સિવાય બાકીના બધા જ લોકો માટે એક વિવાદિત સ્થળ હતું (કેટલાંક સો કોલ્ડ હિંદૂ માટે પણ). તેની નજીક જ શ્રી રામ મંદિર બનાવવા અંગે પ્રતીકાત્મક પાયો ખોદવામાં આવ્યો. અને તે જ વર્ષે અલ્હાબાદ હાઇકોર્ટનો શ્રી રામમંદિર ઇતિહાસનો સૌથી મહત્વનો, સચોટ, સટીક, સટ્ટાક અને ગૌરવપ્રદ ચૂકાદો આવ્યો. કોર્ટે કહ્યું કે, વિવાદિત સ્થળના મુખ્ય દ્વારો ખોલી નાખવામાં આવે અને તે જગ્યા મૂળતઃ હિંદૂઓની હોય તેનો કબ્જો કાયમ માટે હિંદૂઓને આપી દેવો જોઈએ.

.

કોર્ટના આ ચૂકાદા પછીનો આખોય ઘટનાક્રમ આપણને બધાને જ ખબર છે. કારણ કે કોર્ટના આ નિર્ણય બાદ આ મંદિર બાબતે દરેકે-દરેક ડેવલપમેન્ટ સમાચાર પત્રો અને ટેલિવિઝન ન્યુઝ ચેનલ્સ પર આવતા જ રહ્યા હતા. છતાં, સાવ ટૂંકાણમાં વાત કરી લઈએ.

.

૧૯૯૦ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદૂ પરિષદના નેતૃત્વમાં લાલકૃષ્ણ અડવાણીજીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કર્યો. આ રથયાત્રામાં વચ્ચે બિહાર પણ આવતું હોવાથી યાત્રા બિહાર રાજ્યના સમસ્તીપુરમાંથી પસાર થઇ રહી હતી અને તે જ સમયે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે લાલકૃષ્ણ અડવાણીને પકડી લઇ જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. યાત્રાના યાત્રિકો અને હિંદૂઓ આ ગિરફ્તારી જોઈ ગભરાઈ જશે એવું બિહાર સરકારનું માનવું હતું જે સદંતર ખોટું પડ્યું. અડવાણીજીની ગિરફ્તારી છતાં યાત્રા ચાલૂ રહી અને જે દિવસે તે અયોધ્યા પહોંચવાની હતી તે દિવસે એટલે કે, ૩૦મી ઓક્ટોબર, ૧૯૯૦ના દિવસે હજારો, લાખોની સંખ્યામાં રામભક્તો અયોધ્યા પહોંચી ગયા. અયોધ્યામાં તૈનાત પોલીસે હિંદૂઓને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આટલા વર્ષોનો ગુસ્સો, અસંતોષ, અન્યાયની લાગણી, રામ પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને ધર્મની જીત જેવી અનેક લાગણીઓભર્યા એ ટોળાને રોકવું અશક્ય હતું. રામભક્તોએ તે દિવસે બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચા પર હિંદૂ ધ્વજ ફરકાવી દીધો.

.

આ ઘટનાના ત્રણ જ દિવસ પછી, એ તારીખ હતી કે જે ભારતનો ઇતિહાસના પાને કાળા ડિબાંગ અને શરમના અક્ષરો દ્વારા લખવાના હતા. ૨જી નવેમ્બર, ૧૯૯૦નો એ દિવસ કે જ્યારે તત્કાલીન ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે આદેશ કર્યો, બંદૂક ઉઠાવી રામભક્તો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવાનો! સેંકડો, હજારો રામભક્તોનું તે ગોળીબારીમાં મૃત્યુ થયું. હજારો રામભક્તો પોતાના જ દેશમાં, પોતાના જ ધર્મના મંદિર માટે અયોધ્યા ગયા હતા જે તે દિવસે ઘરે મૃતદેહ તરીકે પણ પાછા ફર્યા નહોતા. કહેવાય છે કે તે દિવસે સરયૂ નદીના કિનારે લાશોનો એટલો મોટો ઢગલો થઇ ગયો હતો કે જો તેમને મેદાની કિનારા પર ગોઠવવામાં આવે તો સરયૂ નદીના પટ કરતા મોટો લાંબો પટ બની શકે.

.

હવે ગુસ્સો બેવડાયો હતો, ભક્તિ અને શ્રદ્ધા બંને હવે હિંદુના દિલ અને દિમાગમાં જૂનૂનનું સ્વરૂપ લેવા માંડી હતી. પોતાના જ દેશમાં પોતાના જ ધર્મ માટે આટલો બધો સંઘર્ષ કરવો પડે એ હિંદૂ હવે ચલાવી લેવા તૈયાર નહોતો. લોહીની સાથે-સાથે હવે હિંદુત્વ પણ નસોમાં વહેવું શરૂ થઇ ચૂક્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય આવી ગયો છતાં, હિંદૂઓને તેમનો હક નહિ મળે. ઉલ્ટાનું એક મુખ્યમંત્રી ગિરફ્તારી કરાવે અને બીજા મુખ્યમંત્રી નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનો આદેશ આપે? આ હવે પાશવીપણાની હદ હતી. ૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨. ૨ લાખ કરતાંય વધુ રામભક્તો, કારસેવકો અયોધ્યા પહોંચ્યા. ભીડ એટલી જબરદસ્ત હતી કે પોલીસની તાકાત નહોતી તે સંભાળી શકે. ૬ઠ્ઠી ડિસેમ્બરની બપોરે ૧.૫૫ને બાબરી મસ્જિદનો પહેલો ગુમ્બજ તોડી પાડવામાં આવ્યો. ત્યારબાદ દોઢ કલાકમાં ૩.૩૦ વાગ્યે મસ્જિદનો બીજો ગુમ્બજ પણ જમીન ભેગો કરી નાખવામાં આવ્યો. પાંચ વાગતા સુધીમાં તો ત્રીજો ગુમ્બજ પણ જમીન પર આવી ચૂક્યો હતો. આ કૃત્યની જવાબદારી લેતા તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહે રાજીનામુ આપી દીધું અને સાંજે સાત વાગ્યે આખાય ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ સાશન લાગૂ કરી દેવામાં આવ્યું.

.

આમ જોવા જઈએ તો આટલો આખોય ઇતિહાસ જાણ્યા પછી અને છેલ્લી ઘટનામાં હિંદૂઓ પર થયેલા અંધાધૂંધ ગોળીબાર પછી કારસેવકો દ્વારા કરવામાં આવેલું મસ્જિદનું પતન જરાય ખોટું નહોતું. વર્ષો પહેલાનું જે ડ્યુ હતું તે જ હિંદૂ ભક્તોએ પાછું મેળવ્યું હતું. છતાં, અવાવરૂ એવી મસ્જિદના ગુમ્બજ તૂટ્યા તેનાથી મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચી અને આખાય દેશમાં મુસ્લિમ-હિંદૂ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા. એકમાત્ર અયોધ્યામાં જ ૧૦૦૦ કરતાંય વધુ લોકોની અને મુંબઈમાં ૯૦૦ જેટલા લોકોની, ગુજરાતમાં અંદાજે ૨૫૦૦ અને મહારાષ્ટ્રમાં ૧૫૦૦ જેટલા લોકોએ આ હુલ્લડોમાં જીવ ગુમાવ્યા. દાઉદ જેવા ગૂંડાઓએ આ ઘટનાનો ફાયદો લઇ બૉમ્બ બ્લાસ્ટસ પણ કરાવ્યા. જે બધું જ આપણે જાણીએ જ છીએ.

.

આ ઘટનાના ૧૦ દિવસ પછી તેની તપાસાર્થે એક સંશોધન સમિતિની રચના કરવામાં આવી જેને લિબ્રહાન સમિતિ તરીકે ઓળખાય છે. લિબ્રહાન સમિતિને આખાય મામલાની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને ડેડલાઈન તરીકે સમય આપવામાં આવ્યો હતો, ત્રણ મહિનાનો. વાહ રે મેરી લિબ્રહાન સમિતિ… તેરા કરમ નિરાલા, તેરી જાંચ નિરાલી… ત્રણ મહિનાની ડેડલાઇનને ૧૭ વર્ષનો સમય લાગી ગયો. ૨૦૦૩ની સાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આયોગ પાસે પણ આ સ્થળની તપાસ અને સંશોધન કરાવવામાં આવ્યું. જે રિપોર્ટમાં તેમને સ્પષ્ટપણે લખ્યું કે, મસ્જિદનો જે વિવાદિત ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ નિઃશંક મંદિર તોડીને જ બનાવવામાં આવ્યો હતો. (એ જ શબ્દો, એ જ રિઝલ્ટ જે ૧૮૧૩ની સાલમાં અંગ્રેજો દ્વારા કરાવવામાં આવેલા સંશોધનમાં આવ્યું હતું, ત્યારબાદ ૧૮૩૮ની સાલમાં પણ ફરી એકવાર અંગ્રેજ પુરાતત્વવિદ મોંટેગો મેરી માર્ટિને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું.) ૩૦મી જૂન, ૨૦૦૯ જ્યારે લિબ્રહાન કમિટીએ ૭૦૦ પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ પોતાના સંશોધનને આધારે બનાવ્યો. જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને તે સોંપવામાં આવ્યો.

.

આ બધા સરકારી કામો ચાલતા હતા ત્યાં જ ૨૦૧૦ની સાલમાં એક બીજો ઐતિહાસિક ચૂકાદો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાંથી જ આવ્યો. અયોધ્યાનો પૂર્ણ ઇતિહાસ, આજ સુધીના તમામ પુરાવાઓ અને સત્યતા તપાસ્યા બાદ કોર્ટે આ વિવાદિત ઢાંચાવાળી જમીનને રામજન્મભૂમિ જાહેર કરી દીધી. પણ છતાં, કોઈને પૂરેપૂરી ખુશી અને કોઈને પૂરેપૂરું દુઃખ નહિ થાય અને દેશમાં સોહાર્દ જળવાઈ રહે તેવો ચૂકાદો આપવાની પડોજણમાં કોર્ટે કહ્યું કે, શ્રીરામજીની મૂર્તિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે અને આખીય જમીનના કૂલ ત્રણ સરખા ભાગ કરી, એક ટૂકડો રામ જન્મભૂમિ ટ્રસ્ટને, એક ટૂકડો નિર્મોહી અખાડાને અને એક ટૂકડો સુન્ની વક્ફ બોર્ડને આપી દેવામાં આવે. આતે કેવી વાત? જ્યારે કોર્ટ સ્વીકારે છે કે તે રામ જન્મભૂમિ જ છે અને આજ સુધી તેના પર ગેરકાનૂની એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું. તો પછી જમીનના ત્રણ ટૂકડા કરવાની વાત ક્યાંથી આવી?

.

કોર્ટનો આ ચૂકાદો હિંદૂ અને મુસ્લિમો બંનેમાંથી એકેય પક્ષને મંજૂર નહોતો. ૨૦૧૧ની સાલમાં આખોય મામલો પહોંચ્યો દિલ્હી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખાય કેસ સંબંધિત બધાય કાગળોનું અંગ્રેજીમાં અનુવાદ કરાવો. અહો આશ્ચર્યમ, કાગળોનું અંગ્રેજી અનુવાદ કરવામાં જ વર્ષોનો સમય લાગી ગયો. વર્ષો સુધી આ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં કોઈ હિઅરીંગ જ નહિ થયું. આખરે, ૯મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટનો એ અંતિમ ચૂકાદો આવ્યો જેની દેશને આટલા વર્ષોથી રાહ હતી. કોર્ટે કહ્યું કે આખીય જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે! કોઈ અંદાજ મૂકી શકો કેટલા વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ભારતના હિંદૂઓનું આ મંદિરનું સપનું સાકાર થયું હશે? હવે તો આખોય ઇતિહાસ જાણીએ છીએ તેથી ગણતરી કરી જ શકીએ. પરંતુ, જવા દો નથી કરવી.

.

૪થી ફેબ્રુઆરી, ૨૦૨૦માં એક ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું અને મંદિરનું નિર્માણ કાર્ય આરંભ થયું. જયાં આખરે ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની પાંચ વર્ષની આયુવાળી સુંદર મૂર્તિનો રાજ્યાભિષેક (પ્રાણપ્રતિષ્ઠા) થશે. અને અયોધ્યાની સાથે સાથે ફરી એકવાર આખોય દેશ રામરાજ્યનો સાક્ષી બની રામમય થશે.

.

આ આખીય શૃંખલા લખવાનું, વર્ષો-દિવસો સુધી અથાક મહેનત કરી આટલી બધી માહીતિઓ એકઠી કરવાનું અને તેને ક્રમબદ્ધ કરી શબ્દોમાં આલેખન માટે તૈયાર કરી વાચનયોગ્ય, જાણવા યોગ્ય સાહિત્યનું સ્વરૂપ આપી તમારી સામે પીરસવાનો આશય માત્ર એટલો છે કે, આજે આ તૈયાર થયેલું જે ભવ્ય રામ મંદિર આપણે ઘેરબેઠાં જોઈ રહ્યા છીએ. આવતી કાલે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જે ભવ્ય સમારોહ, મહોત્સવ આપણે જોશું એ બધું જ શક્ય બન્યું તેની પાછળ પાંચસો વર્ષ કરતાંય વધુ જૂનો એવો હજારો વર્ષનો ઇતિહાસ છે. કેટલાંક સો નહિ, કેટલાંક હજારો પણ નહિ, પરંતુ લાખો લોકોએ તે માટે બલિદાનો આપ્યા છે. ત્યારે આ મંદિર આપણે મેળવી શક્યા છીએ. આ જિંદગી ભર, પેઢીઓ સુધી અને કાળના અંત સુધી યાદ રહેવું જોઈએ!

.

હવે પછી જો કોઈ સેક્યુલરિયા ફુરફુરીયા કે ઈન્ટલેકચૂઅલનો પટ્ટો ગળે પહેરી ભાઉં ભાઉં કરતા વાંકી પૂંછડીવાળા મળે અને સહિષ્ણુતા, સમાનભાવ અને પરમાર્થના કામની પિપૂડી વગાડતા કહે કે, મંદિરની શું જરૂર છે, હોસ્પિટલ કે શાળા બનાવોને,મંદિર માટે આટલા લાડવાની કે જીત્યા પછી આટલા ખુશ થવાની શું જરૂર છે? તો ત્યારે ગર્વથી કોલર ઊંચો કરીને કહેજો… અબે ચલ, નિકલ… હવા આને દે… હોસ્પિટલ અને શાળા જ બનાવવી છે ને તારે? કોઈ ક્લબ, રિસોર્ટ તોડીને બનાવને… અને જો એટલો જ ભરોસો હોય તો કોઈ મસ્જિદ કે ચર્ચ તોડીને હોસ્પિટલ કે શાળા બનાવવાની વાત કરી જો… પછી તું વાત કરવા લાયક કે જીવતો / જીવતી બચે તો આગળ વાત કરશું.

.

(  આશુતોષ ગીતા દેસાઈ )