શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો
.

.

.
.
.
.
.
.

.

.
.
.
.
.
.
.
.
સમાપ્ત
શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
સમાપ્ત
.
નાટ્યઘર
નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.
.
.
.
.
.
.
કાલાઘર
કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.
.
.
.
.
.
.
.
.
.
.
ક્રમશ:
.
ગૌર પ્રાંગણ
સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે.
.
.
.
.
.
.
વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું ગ્રંથાગાર)
સિંહસદનની સામે ગૌર પ્રાંગણની ઉત્તર દિશામાં વિદ્યાલય ગૃહ છે. જેમાં પાઠ ભવનની ઓફિસ છે. પહેલા અહીં વિશ્વવિદ્યાલયનું ગ્રંથાગાર હતું. આ ઘરના એક માળને ૧૮૯૯માં બલવેન્દ્રનાથ ટાગોરે બનાવડાવ્યો હતો. ૧૯૦૧માં રવીન્દ્રનાથે આ ઘરમાં બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાલયનો આરંભ કર્યો હતો. આ ઘરના વરંડાને વિવિધ ચિત્રોથી સજાવવામાં આવ્યો છે. (હજુ થોડા વધુ ચિત્રો વરંડાની દીવાલો પર હતા જેના ફોટોગ્રાફ્સ લઈ શકાયા હોત. પણ બે મળેલા જીવ શાંતિથી ત્યાં બેસીને વાતો કરતા હતા. તો તેમને ખલેલ પાડવાનું યોગ્ય ન લાગ્યું).
.
.
.
.
.
છાતિમતલા
શાંતિનિકેતન આશ્રમનું પ્રાણકેન્દ્ર છે “છાતિમતલા”. એ ઉત્તરાયણની સામે સ્થિત છે. ઈ.સ. ૧૮૬૨માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જ્યારે રાયપુરથી લોર્ડ ભૂવનમોહન સિંહના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આ છાતિમતલામાં થોડો સમય વિશ્રામ અને ઉપાસના કરી હતી. અહીં તેમણે ધ્યાન દરમ્યાન મનની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારે તેમને પહેલી વખત આ જગ્યાએ શાંતિનિકેતન આશ્રમની સ્થાપના વિશે વિચાર આવ્યો હતો. આ જગ્યા છાતિમ વૃક્ષ, શાલ, તાલ, મહુઆ, બેડા દ્વારા ઘેરાયેલી છે. જેની વચ્ચે મનોરમ્ય વેદી છે. વેદીની ઉપર સફેદ પત્થરો પર લખ્યું છે “”तिनि आमार प्राणेर आराम, मनेर आनन्द, आमार शांति’. આ મહર્ષિ દેવેન્દ્રનાથની આત્મ ઉપલબ્ધિ છે.
.
.
.
.
કલા ભવન (નવનન્દન)
રવીન્દ્રભવન અને નાટ્યઘરની દક્ષિણ દિશામાં શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે આવેલું છે ‘કલાભવન’. જેનું ઉદ્દઘાટન ૧૯૮૧માં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. કલા ભવનના જૂના ઘરનું નામ હતું ‘નન્દન’. આ નામ નન્દલાલ બસુ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પરથી જ નવા ઘરનું નામ પડ્યું ‘નવનન્દન’. અહીં પ્રદર્શન કક્ષા સિવાય સંગ્રહશાળા, ગ્રંથાગાર અને ઓફિસ છે. સંગ્રહશાળામાં પ્રતિષ્ઠિત કલાકારોના ચિત્રો તથા શિલ્પોનો સંગ્રહ છે. પ્રદર્શન કક્ષમાં ચિત્રોનું પ્રદર્શન યોજાય છે.
નવનન્દનથી થોડે દૂર કલા ભવન છે. આ વિસ્તારમાં વિખ્યાત શિલ્પિઓ રામકિંકર બૈજ, નન્દલાલ બસુ, વિનોદબિહારી મુખોપાધ્યાય, સોમનાથ હોડ પ્રભિતિ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો કે શિલ્પો મૂકવામાં આવ્યા છે. ઘરદ્વાર પણ શિલ્પકલા દ્વારા અલંકૃત છે. ભવનના વિભિન્ન સ્ટુડિઓ વિદ્યાર્થીઓ માટે ખૂલ્લા રહે છે. અહીં વિતાવેલી પ્રત્યેક ક્ષણ દર્શકોને મોહિત કરી દે છે.
ક્રમશ:
.
.
.
.
આમ્રકુંજ
ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા. શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ વિશ્વભારતીનો પદવીદાન સમારંભ આ આમ્રકુંજમાં જ યોજવામાં આવે છે.
.
.
.
.
.
.
ઘંટાઘર
શાલ્વીથિની વચ્ચોવચ માધવી કુંજની દક્ષિણમાં ગૌરપ્રાંગણના વટવૃક્ષની નીચે ઘંટાઘર છે. પ્રાચીન બૌદ્ધ સ્તુપનું અનુકરણ કરીને આ ઘંટાઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં અહીં વિદ્યાર્થીઓના ક્લાસ લેવાય છે.
.
.
.
.
.
.
સિંહસદન
ગૌર પ્રાંગણની દક્ષિણમાં સિંહસદન છે. આ ઘરની પરિકલ્પના સુરેન્દ્રનાથ કૌરે કરી હતી. આ ઘરની છત ઉપર એક બાજુ ઘંટાઘર છે અને બીજી બાજુ ઘડિઘર છે. ઘંટના સાંકેતિક ધ્વનિથી વિદ્યાર્થિઓ સમજી જાય છે કે તે શેના માટે વગાડવામાં આવે છે. રાયપુરના જમીનદાર લોર્ડ સત્યેન્દ્રપ્રસન્ન સિંહની આર્થિક સહાયથી આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે આ ઘરનું નામ ‘સિંહસદન’ રાખવામાં આવ્યું છે. ૧ ઓગષ્ટ ૧૯૪૦માં આ જ ઘરમાં રવીન્દ્રનાથને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયે ડી. લિટ.ની પદવીથી વિભૂષિત કર્યા હતા. વર્તમાનમાં અહીં વિશ્વવિદ્યાલયના નાના-મોટા કાર્યક્રમો અને સાહિત્યસભાનું આયોજન થાય છે.
ક્રમશ:
.
.
.
.
.
.
.
શીશમહલ મંદિર (ઉપાસના ગૃહ)
શાંતિનિકેતન ઘરની સામે ઉપાસના ગૃહ છે. ૧૮૯૧માં આ આ મંદિરનું નિર્માણ થયું હતું. અલગ અલગ પ્રકારના કાચથી આ ઘર બનાવવામાં આવ્યું છે. મહર્ષિ દેવેન્દ્રનાથની ઈચ્છા અને પરિકલ્પના પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મૂર્તિહીન મંદિર કોઈ પણ જાતિના અને તમામ વર્ગના મનુષ્યો માટે ખૂલ્લું છે. રવીન્દ્રનાથ નિયમિત રીતે આ મંદિરની ઉપાસનામાં ભાગ લેતા હતા. દરેક બુધવારે સવારે મંદિરમાં ઉપાસના થાય છે. આ સિવાય મંદિરમાં વિશેષ પ્રસંગોએ પણ ઉપાસના થાય છે.
.
.
.
.
.
.
.
.
શાંતિનિકેતન ગૃહ
છાતિમતલાની થોડી દૂર જમણી દિશામાં જે બે માળનું મોટું ઘર છે એનું નામ શાંતિનિકેતન. મહર્ષિ દેવેન્દ્રનાથના નિર્દેશમાં ૧૮૬૩માં આ ઘરનું નિર્માણ થયું હતું. આ શાંતિનિકેતનનું જૂનામાં જૂનું ઘર છે. ઘરની ઉપર ઉપનિષદની એક પંક્તિ છે-‘सत्तामा प्रानारामं मन: आनन्दं’. અતિથિઓ શાંતિનિકેતનમાં આવીને ઘણાં દિવસો સુધી રહીને ઈશ્વરની ઉપાસના કરી શકે એટલા માટે મહર્ષિ દેવેન્દ્રનાથે આ ઘર બનાવ્યું હતું. ૧૮૭૩માં પિતા સાથે પ્રથમવાર શાંતિનિકેતનમાં આવીને રવીન્દ્રનાથ ટાગોર આ ઘરમાં થોડા દિવસો સુધી રહ્યા હતા. પછી જ્યારે રવીન્દ્રનાથ સ્થાયીરૂપમાં શાંતિનિકેતનમાં રહેવા આવ્યા ત્યારે પહેલા આ ઘરમાં રહ્યા હતા. આ ઘરની સામે રામકિંકર બૈજ દ્વારા નિર્મિત ‘અનિર્વાન શિખા’ નામની સુંદર મૂર્તિ છે.
ક્રમશ:
.
.
સંતોષાલય
મુકુટઘરની ઉત્તર દિશામાં રેલિંગથી ઘેરાયેલું ઘર ‘સંતોષાલય’ છે. પહેલા અહીં વિદ્યાલયના છાત્રો રહેતા હતા. હવે અહીં બાળકો માટેનું છાત્રનિવાસ છે. રવીન્દ્રનાથે એમના પુત્ર રથીન્દ્રનાથને મિત્રપુત્ર સંતોષચંદ્ર મજમુદાર સાથે અમેરિકા કૃષિવિદ્યા શીખવા મોકલ્યા હતા. અમેરિકાથી પરત આવ્યા બાદ સંતોષચંદ્ર શ્રીનિકેતનમાં સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી આ ઘરનું નામ સંતોષાલય રાખવામાં આવ્યું.
.
.
.
.
.
દેહલી
નવા ઘરની પૂર્વ દિશામાં એક નાનકડું ઘર છે એનું નામ દેહલી. ૧૯૦૯માં એને બનાવવામાં આવ્યું હતું. પત્નીના મૃત્યુ બાદ કવિ એકલા ઘણાં દિવસો સુધી આ ઘરમાં રહ્યા હતા. અહીં તેમણે અનેક કાવ્યો અને નવલકથાઓની રચનાકરી. વર્તમાનમાં દેહલીમાં ‘મૃણાલિની આનન્દ પાઠશાળા’ નામે બાળકો માટે વિદ્યાલય ચલાવવામાં આવે છે. કવિપત્નીના સ્મરણમાં ૧૯૬૧માં આ શિશુ વિદ્યાલયનો પ્રારંભ થયો હતો.
.
.
.
.
તીન પહાડ
શાંતિનિકેતનના મંદિરની પાસે પૂર્વ દિશામાં એક ઉંચો માટીનો ઢગલો છે જેનું નામ છે ‘તીન પહાડ.’ આ એક નાનકડા પહાડ જેવું છે. જેના ઉપર વિશાળ વડનું વૃક્ષ છે. પહેલા એની સામે એક પાણી વગરનું તળાવ હતું. મહર્ષિ દેવેન્દ્રનાથે શાંતિનિકેતન માટે પાણીની સમસ્યા દૂર કરવા આ તળાવનું નિર્માણ કર્યું હતું. પરંતુ એમાં પાણીનો સંગ્રહ થયો નહીં. તળાવ ખોદતી વખતે જે માટી નીકળી હતી તેનાથી ત્રણ માટીના ઢગલા બન્યા. આ કારણથી જ આ જગ્યાનું નામ તીન પહાડ પડ્યું. બાદમાં બે ઢગલાનો નાશ થયા પછી પણ આ જગ્યાનું નામ તીન પહાડ જ રહ્યું. દેવેન્દ્રનાથ તીન પહાડ પાસે ઉભા રહીને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા અને અહીં જ ધ્યાનમગ્ન થતા હતા. શિશુ રવીન્દ્રનાથ અહીં એકલા ફર્યા કરતા હતા.
.
.
.
તાલધ્વજ
ઉપાસના મંદિરની પાસે શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે ‘તાલધ્વજ’ આવેલું છે. તાડના વૃક્ષની આજુબાજુ ગોળાકાર કરીને માટીથી આ ઘર બનાવવામાં આવ્યું છે. આશ્રમના શરૂઆતના સમયના શિક્ષક તેજસચંદ્ર સેન અહીં વસવાટ કરતા હતા. રવીન્દ્રનાથે ‘વનવાની’ કાવ્ય તેજસચંદ્ર માટે લખ્યું હતું જેમાં તેમને ‘કુટીરવાસી’ કહીને સંબોધ્યા હતા. વર્તમાન સમયમાં અહીં આશ્રમની મહિલાઓની કાર્યચર્ચાનું કેંદ્ર છે.
ક્રમશ:
શાંતિનિકેતનની પહેલા મુલાકાત વિશે લખ્યું હતું અને સ્કુલમાં માઈક પર રજૂઆત કરવાની તક પણ મળી હતી. જે અહીં સાઈટ મૂકવાની ઈચ્છા છે પણ ક્યાં મૂકાઈ ગયું છે તે મળતું નથી.
તો હાલ મારી શાંતિનિકેતનની બીજી મુલાકાત ચિત્રોમાં રજૂ કરું છું. મેં જે ક્રમમાં ફોટોગ્રાફ્સ લીધા હતા તે પ્રમાણે જ હું અહીં મૂકીશ.
.
.
.
દ્વિજ વિરામ
શાંતિનિકેતનની દક્ષિણ દિશામાં પ્રથમ ફાટક પાસે દીવાલોથી ઘેરાયેલું નળિયાની છતવાળું જે ઘર છે એનું નામ ‘દ્વિજ વિરામ’. રવીન્દ્રનાથના મોટાભાઈ દાર્શનિક દ્વિજેન્દ્રનાથ ટાગોર પોતાના જીવનના અંતિમ સમયમાં અહીં રહ્યા હતા. આ ઘરનું નામકરણ સ્વયં રવીન્દ્રનાથે કર્યું હતું. દ્વિજેન્દ્રનાથ પશુ અને વૃક્ષ પ્રેમી હતા. તેમણે અહીં ફૂલો અને ફળોના વૃક્ષો વાવીને આંગણાને સુસજ્જ બનાવ્યું હતું.
.
.
.
.
.
.
હિન્દી ભવન
નેપાલ રોડની પૂર્વ દિશામાં વિશ્વવિદ્યાલય કેન્ટિનની પાસે બે માળનું હિન્દી ભવન છે. ૧૯૩૯ની ૩૧મી જાન્યુઆરીએ જવાહરલાલ નહેરુ દ્વારા હિન્દી ભવનનું ઉદ્ધાટન થયું હતું. રાયબહાદુર મોતીલાલ, વિશેશરલાલ, હલવાસિયા ટ્રસ્ટની આર્થિક સહાયથી આ ભવનનું નિર્માણ થયું હતું. અહીં હિન્દી સાહિત્યનું પુસ્તકાલય છે. ભવનની અંદરની દીવાલો પર વિનોદબિહારી મુખોપાધ્યાય દ્વારા નિર્મિત નિર્મિત મધ્ય યુગના સાધુ સંતોના જીવન વિશેના ચિત્રો છે. ઈંદિરા ગાંધીએ આ ભવનમાં અભ્યાસ કર્યો હતો.
.
.
.
.
.
.
ચાઈનાભવન
હિન્દીભવનની પશ્ચિમ દિશામાં બે માળનું ‘ચાઈનભવન’ છે. ૧૯૨૧-૨૨માં અધ્યાપક સિલભા લેભિ શાંતિનિકેતનમાં પ્રથમ વખત ચીની ભાષા અને બૌદ્ધ શાસ્ત્રની આલોચનાનું સૂત્રપાત કર્યું હતું. ત્યારથી રવીન્દ્રનાથના મનમાં આ વિષય માટે જિજ્ઞાસા જાગી અને તેના જેના ફલસ્વરૂપ આ ભવનનું નિર્માણ થયું. ૧૯૩૭ની ૧૪મી એપ્રિલે રવીન્દ્રનાથે આ ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ચાઈનાભવનના પુસ્તકાલયમાં ચીની સાહિત્ય અને બૌદ્ધ શાસ્ત્રના અમૂલ્ય અને દુર્લભ પુસ્તકો અને પોથીઓ છે. વર્તમાનમાં આ ગ્રંથાગાર આખા એશિયામાં મહત્વપૂર્ણ છે. આ ઘરની દીવાલો પર નંદલાલ બસુએ ચિત્રો બનાવ્યા છે. અહીં ચીનીભાષા ઉચ્ચ સ્તર સુધી ભણવાની અને સંશોધન કરવાની વ્યવસ્થા છે.
ક્રમશ:
[ગુજરાતી બ્લોગજગતમાં જિજ્ઞેશ અધ્યારુનું નામ અજાણ્યું નથી. “અધ્યારુનું જગત“થી “અક્ષરનાદ” સુધીની જિજ્ઞેશભાઈની સફરના સાક્ષી ઘણાં હશે. અન્ય કવિ-લેખકોની રચનાઓ બ્લોગ પર મૂકતાં મૂકતાં જિજ્ઞેશભાઈની અંદર રહેલો કવિ અને લેખક ક્યારે જાગૃત થઈ ગયો એની જાણ કદાચ એમને પણ નહીં હોય. અને પછી તો એમની બળુકી કલમ દ્વારા ઘણી રચનાઓ મળી. એમાંય એમના પ્રવાસવર્ણનો હંમેશા અદ્દભુત રહ્યા. ઓછા જાણીતા એવા ઘણાં સ્થળો વિશે એમણે રસપ્રદ વર્ણનો લખ્યા. જે વાંચીને આપણને પણ એ સ્થળોની મુલાકાત લેવાનું અવશ્ય આકર્ષણ થાય. આવા જ એક સ્થળ શિયાળ બેટ અને સવાઈ બેટની મુલાકાત જિજ્ઞેશભાઈની કલમ દ્વારા લઈએ. જિજ્ઞેશભાઈનું આ પ્રવાસવર્ણન “નવનીત સમર્પણ”ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાંથી લેવામાં આવ્યું છે. મારી સાઈટ પર આ પ્રવાસવર્ણન મૂકવાની પરવાનગી આપવા બદલ હું જિજ્ઞેશભાઈનો ખાસ આભાર માનું છું. ]
.
..
સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ પહોંચ્યા. અહીં મંદિર જેવું કંઈ ન હતું. દરિયાકિનારે કુદરતી રીતે બનેલ ખડકની નીચે પાંચ શિવલીંગ હતા જેની સ્થાપના પાંડવોએ કરી હતી અને દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું પાણી બધા શિવલિંગને અભિષેક કરે છે એવી માહિતી અમને શ્રી અનિલભાઈએ આપી. અમે ૭.૦૦ વાગ્યે ગયા ત્યારે ભરતીનો સમય ન્હોતો. બસની બહેનોએ ભજનો ગાયા અને ઉપર મોટો ચોક હતો ત્યાં ગરબાની રમઝટ બોલાવી. ત્યારબાદ અમે દીવ હોટલ પર પહોંચ્યા. ભોજન તૈયાર જ હતું એટલે તેને ન્યાય આપ્યો. બીજા દિવસે સવારે આગળની યાત્રા માટે નીકળવાનું હતું અને અમારી ઈચ્છા દીવનો ફોર્ટ વગેરે જોવાની હતી એટલે મન જરા કચવાતું હતું. ત્યાં અનિલભાઈ આવીને કહ્યું ‘ચાલો’. રીક્ષામાં બેઠા ત્યારે જ ખબર પડી કે અમે (અનિલભાઈ પારેખ, જયસિંગભાઈ ચૌહાણ, અલકામાસી અને હું) ફરી ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. ભરતીનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યાનો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જામનગર ઈન્ડિયન એરફોર્સના એક પાયલટ અને તેનો પરિવાર ત્યાં હાજર હતો. તે સિવાય બીજું કોઈ જ ન હતું. એ લોકો તો અમે સાંજે ૭.૦૦ વાગ્યે પહેલીવખત દર્શન કરવા ગયા ત્યારે પણ ત્યાં જ બેઠા હતા. એ ભાઈ સાથે વાત કરતાં એમણે કહ્યું કે “હું તો આજે નક્કી કરીને જ આવ્યો છું કે અભિષેક ના થાય તો આખી રાત બેસી રહીશ. પણ અભિષેક જોઈને જ જઈશ”. ભરતીની શરૂઆત થઈ હતી પણ શિવલિંગ સુધી પહોંચતા હજુ વાર લાગશે તેવું લાગ્યું. છતાં અમે બધા પાણીની રાહ જોઈને ગોઠવાયા. મારે ફોટોગ્રાફ્સ લેવાના હતા એટલે મેં શિવલિંગની સામે ઉપરના ખડક પર જમાવ્યું. જેમ જેમ ભરતી વધતી ગઈ તેમ તેમ ધીમે ધીમે થોડું પાણી આવતું ગયું. દરેક શિવલિંગ એક સીધી લાઈનમાં હતા અને પાંચ પાંડવોના કદ પ્રમાણે હતા. નકુલ અને સહદેવ દ્વારા સ્થાપિત શિવલિંગો નાના હતા અને જે તરફથી પાણી આવવાનો માર્ગ હતો એ તરફ જ હતા. તેથી તેના પર જલ્દી અભિષેક થઈ ગયો. પાયલોટ ફેમિલીના બાળકો ભૂખ્યાં થયા હતા એટલે એ બધા હોટલ જવા નીકળ્યા. પાયલોટ જતાં જતાં કહી ગયો કે “ હું પાછો આવું છું”. પાણીના મોજા આવતા ગયા અને અર્જુન અને યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત શિવલિંગો પર પણ અભિષેક થઈ ગયો. ભીમભાઈ જ જરા મથાવતા હતા. છેવટે બે-ત્રણ મોટા મોજા આવ્યાં અને ભીમ દ્વારા સ્થાપિત શિવલિંગ પર અભિષેક થઈ ગયો અને અમે સૌએ હર્ષોલ્લાસ કર્યો. અને હર હર મહાદેવનો જયકાર કર્યો. આ તમામ સમય દરમ્યાન કંઈ નવી જ અનુભૂતિ થતી હતી. કોઈ અલૌકિક સ્થળ પર અમે સૌ હતા અને કુદરતનો જીવતોજાગતો ચમત્કાર જોઈ રહ્યા હતા એવું લાગતું હતું. ઘડિયાળનો કાંટો ૧૦.૦૦ વાગ્યાથી ઉપર પહોંચી ગયો હતો. રીક્ષાવાળો ઉતાવળ કરાવતો હતો. કારણ કે આ સ્થાન પર રાત્રે કોઈ રહી શકતું નથી એવી સૂચના ત્યાં બોર્ડ પર લખવામાં આવી છે. એટલે અમે સૌએ પ્રણામ કરીને કુદમ ગામ છોડ્યું.
[youtube=http://www.youtube.com/watch?v=8Z7VAv0WxCc]
[youtube=http://www.youtube.com/watch?v=yVdaf8gRjb0]
ગંગેશ્વર મહાદેવના પૌરાણિક માહત્મ્ય અંગે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.
Indigoની બે ફ્લાઈટ સાથે થઈ ગઈ હતી એટલે અમારો સામાન આવતાં થોડી વાર લાગી. બધી બેગ આવી ગઈ પછી અમે એરપોર્ટની બહાર નીકળ્યા. અમારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન જવાનું હતું. એરપોર્ટની બહાર ઘણાં બધાં ટેક્ષીવાળા અમને ઘેરી વળ્યા. મામાએ એક હિન્દીભાષી ભાઈ સાથે ટેક્ષીનું નક્કી કર્યું. એ તરત એની બે ટેક્ષી લઈ આવ્યો. અને અમે મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યા. રેલ્વે સ્ટેશન પહોંચીને પહેલા કંઈક ખાવાનું વિચાર્યું. અમે ગોવાથી જમીને ન્હોતા નીકળ્યા અને પ્લેનમાં પણ કંઈ આપ્યું ન્હોતું. ખાવા માટે કંઈ શોધવાની જરૂર ન પડી. સ્ટેશન પર McDonalds જોઈને મારા બન્ને કઝિન ખુશ થઈ ગયા.
થોડો નાસ્તો કરીને પ્લેટફોર્મ પર “ફ્લાઈંગ રાણી”ની રાહ જોઈને ઉભા રહ્યા. થોડીવારમાં જ ટ્રેન આવી.
૧ અને ૨ નંબરની સીટ મારા મમ્મી-પપ્પાની હતી. મેં તેમને બેસાડ્યા અને સામાન ગોઠવ્યો. 3 નંબરની સીટ બીજા કોઈની હતી અને બારી પાસેની ૪ નંબરની સીટ મારી હતી. પણ ૩ અને ૪ નંબરની સીટ પર વૃધ્ધ કાકા-કાકી બેઠા હતા. મેં તેમને મારી સીટ વિશે પૂછ્યું તો તેમણે મને તેમની ૬ નંબરની સીટ પર બેસવા કહ્યું. તે સીટ પણ બારી પાસે જ હતી તેથી હું ૬ નંબરની સીટ પર બેસી ગઈ. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી. મેં હેડફોન લગાવી ગીત સાંભળતા સાંભળતા પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ક્યારે બોરીવલી આવ્યું તે ખબર ન પડી. ત્યાંથી ઘણાં મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. મારી બાજુની સીટ પર પણ કોઈ આવ્યું. મેં જોયું તો ટીવી અને તખ્તાના જાણીતા કલાકાર “અલીરઝા નામદાર”. હું તેમને તરત ઓળખી ગઈ. કારણ કે આ પહેલા કલકત્તામાં પણ મેં તેમને જોયા હતા. અને રોજ ટી.વી. સિરિયલોમાં તો જોતી જ હતી. તેઓ વાપીમાં “અમે મસ્તીના મતવાલા” નાટક કરવા માટે જતા હતી. અમે ઘણી વાતો કરી. કમ્પાર્ટમેન્ટમાં ઘણાંએ તેમને ઓળખી લીધા હતા. હાલ સ્ટાર પ્લસ પર આવતી “બિદાઈ” સિરિયલમાં પણ તેઓ અભિનય કરી રહ્યા છે. વાપી સુધી એક ઉમદા કલાકાર સાથે વાત કરવાનો મને મોકો મળ્યો.
ઉપસંહાર:
મેં મારા મોટેભાગના પ્રવાસો વલસાડના દુર્ગેશ ટુરિસ્ટમાં કર્યા છે. એના સ્થાપક શ્રી અનિલભાઈ પારેખ વ્યવસાયે શિક્ષક હતા. હાલ તો નિવૃત્ત છે અને પ્રવાસનું આયોજન કરવામાં જ પ્રવૃત્ત છે. અનિલભાઈ એવું વિચારે કે દરેક વ્યક્તિ કંઈ વારંવાર આ સ્થળોએ આવી નહીં શકે. એટલે એમનો મુખ્ય ભાર સ્થળો બતાવવામાં વધારે હોય. રસ્તામાં પણ કંઈ અગત્યનું સ્થળ આવે તો બસ ઉભી રાખીને તે સ્થળ બતાવી દે. કંઈ પણ અગત્યનું જોવાનું ચૂકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખે. દરેક જગ્યાએ હોટલ પણ મુખ્ય વિસ્તારની નજીક જ હોય. એટલે જ્યારે ફ્રી થાવ ત્યારે જાતે પણ તમે ફરી શકો. હું આ રીતે ફરવા ટેવાયેલી.
આ વખતે થોડો જુદો અનુભવ હતો. આ અગાઉ અમદાવાદની નવભારત ટુર્સમાં કેરાલા જવાનું થયેલું ત્યારે પણ લગભગ આવો જ અનુભવ થયો હતો. રીસોર્ટ મતલબ સંપૂર્ણ આરામ અને સારું સારું ખાવાનું. પણ ફરવાના કે સ્થળો બતાવવાના નામે મીંડુ. રીસોર્ટની પોતાની દુનિયા હોય. ત્યાં તમારો સમય પસાર કરવા માટે ઘણીબધી પ્રવૃત્તિ હોય. જો તમને તેમાં રસ પડે તો.
અમે ગોવા ગયા પણ ખાસ કંઈ જ જોઈ શક્યા નહીં. કારણ કે રીસોર્ટ એવી જગ્યાએ હતું કે ત્યાંથી જાતે ક્યાંય પણ જવાનું શક્ય ન્હોતું. અમે રીસોર્ટમાં બરાબર આરામ જ કર્યો. ક્યારેક આરામ પણ જરૂરી હોય છે. બાકી એકદમ ફરવાનો મૂડ હોય કે વધારે સ્થળો જોવાની ઈચ્છા હોય તો રીસોર્ટમાં ન જવું. અને જેને સખત આરામની આવશ્યકતા હોય તેણે તો રીસોર્ટમાં જ જવું.