Protected: નવું વરસ
Happy Diwali & Prosperous New Year
Protected: दीपक दीपक
જોયા કરું-જગદીશ ભટ્ટ
ઊઘડે છે દ્વાર ભીતર બહાર જોયા કરું!
તેજનો અંબાર અપરંપાર પણ જોયા કરું!
આગળા સહ ભોગળો ને સાંકળો તૂટ્યા કરે,
વા-ઝડીનો વેગ પારાવાર પણ જોયા કરું!
કોણ આવીને ટકોરે બારણાં મધરાતનાં,
ના મળે કો ચિહ્ન કે આધાર પણ જોયા કરું!
વાદળી આકાશમાં સરતી ભલે, વરસી નથી,
ભીતરે વરસાદ અનરાધાર પણ જોયા કરું!
તાલમાં બેતાલ એવા કાફલાની સાથમાં,
ના મળે સંવાદનો વે’વાર પણ જોયા કરું!
થાક્યો નથી પણ થાકવાની વાતથી માહેર છું,
પંથની પાછી ફરે રફતાર પણ જોયા કરું!
તંતને તોડ્યા પછી બસ તાંતણે લટકી રહે,
જિંદગીઓ એ જ છે અણસાર પણ જોયા કરું!
( જગદીશ ભટ્ટ )
Protected: જોયા કરું
હાથની ક્ષિતિજમાં-અબ્દુલ ગફાર કાજી
હાથની ક્ષિતિજમાં
ડૂબતી જોઉં છું
સ્પર્શની સંધ્યા
સ્મૃતિની ગોધૂલી ઊડતી હોય છે
પાદરના અરીસામાં
દોસ્ત,
કેટલીક યાદો આંસુ બનીને
ટપકતી હોય છે
ટેરવાંની આંખમાંથી.
( અબ્દુલ ગફાર કાજી )
Protected: હાથની ક્ષિતિજમાં
અમે રે સૂકું રૂનું પૂમડું-મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા આરંપાર:
આવો રે આવો હો જીવણ આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો રે આવો હો જીવણ આમના.
અમે એ ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડે પ્રજાળો વ્હાલા વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો રે આવો હો જીવણ આમના.
( મકરન્દ દવે )
