વર્ષગાંઠ-તુષાર શુક્લ Aug30 વર્ષગાંઠ એ વીતેલા સમયને યાદ કરવાનો અને આવી રહેલા સમયનું આયોજન કરવાનો અવસર છે જન્મ આપણા હાથમાં નથી કર્મ આપણો પુરુષાર્થ છે. ફળ આપણું પ્રારબ્ધ છે. જે આપણા હાથમાં છે એ કરીએ. જે આપણા હાથમાં નથી એને ઓળખી લઈએ. કર્યાનો સંતોષ રહેશે. ન મળ્યાની પીડા નહીં થાય કોઈને મળ્યાની ઈર્ષ્યા નહીં થાય પોતાને મળ્યાનો આનંદ રહેશે. મનુષ્ય યત્ન, ઈશ્વરકૃપા… મનુષ્ય યત્ન એ જ કૃપા ! ( તુષાર શુક્લ )