આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો
આવશે પાછી પરત બસ બૂમ પાડો.
.
સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ
વાત ખૂટે કે તરત બસ બૂમ પાડો.
.
આમ તો ટહુકા જ ગમતા હોય સૌને
પણ પહેલી છે શરત બસ બૂમ પાડો.
.
અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા
છોડી શબ્દોની મમત બસ બૂમ પાડો.
.
ફાવશું કે ડૂબશું કે કોણ જાણે
ભાગ્યની છે આ રમત બસ બૂમ પાડો.
.
( દિનેશ કાનાણી )
kavi Mitra Dinesh Kanani ni khub j sundar Gazal….ABHINANDAN .

શબ્દ કો’ક્નો અને અર્થ તો વાચક-ભાવક્નો તેની પહોન્ચ મુજબ… લખનારને શુ અભિપ્રેત હશે તે તો હમેશા રીડરને
ન પણ પહોન્ચે ,શક્ય એટલે સાચો અર્થ ન પણ થાય.
પોતાનો અવાઝ પહોચે તેવો પ્રયાસ ફરીફરીને કરવાની
વાત કવિ ઉપાડૅ એ ય સમયની માગ !
-લા’કાન્ત /૨૨-૪-૧૩