અલવિદા રતિલાલ ‘અનિલ’…

Anil

.

Ratilala Mulchand Roopawala 'Anil' 23/02/1919 - 29/08/2013
Ratilala Mulchand Roopawala ‘Anil’
23/02/1919 – 29/08/2013

.

વિખૂટા પડેલા બધા શે’ર મારા,

હવે શેષ હું માત્ર મક્તો રહું છું.

*

કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી,

જાણે તું આસપાસ છે, તારા ગયા પછી;

સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે,

તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી.

*

તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ,

હતું વ્યાકૂળ તો યે શાંત મન મારું થયું કેવું !

મહક પામી નીરવતાની હૃદય ઘેલું પૂછી બેઠું :

‘ઘડી પ્હેલાં સૂના ઘરમાં તમે આવી ગયાં’તાં શું ?’

*

વાદળને પેલે પાર કંઈ ઝાંખો ઉજાસ છે,

સૂરજના માત્ર ભાસથી શ્રાવણ ઉદાસ છે;

ભીના વસનનો આભમાં પરદો કરી દીધો,

શ્રાવણ નથી, આ સૂર્યનો એકાંતવાસ છે !

*

હૃદયના હોય છે સંબંધ તે નશ્વર નથી હોતાં,

મળ્યાં કેડે જુદાં થઈ જાય તે અંતર નથી હોતાં;

પ્રણય તો જિંદગી છે ને વળી તે પણ સનાતન છે,

પ્રણયની ક્ષણ નથી હોતી, તે સંવત્સર નથી હોતા !

*

આમ તો સૂરતનો કહેવાતો રહીશ,

કોઈ પૂછે તો વળી ‘સૂરતી’ કહીશ !

મારે તો ચાલ્યા જવું છે હે ગઝલ !

તું કહેશે તો વળી થોભી જઈશ.

*

પ્રવાસે તો મળ્યાં’તાં કૈંક ફૂલો,

નથી એવું, ચમન ચૂકી ગયો છું;

અનુભવ યાદ કંઈ એવા રહ્યા છે :

ફૂલોનાં નામ હું ભૂલી ગયો છું !

*

ઈશ્વર કને ય જાઉં પણ માણસ મટું નહીં,

ઓળંગી જાઉં હું મને તો પણ રહું છું પાળ,

એ પણ મને મળે છતાં ઈશ્વર મટે નહીં,

ઊતરે છે ખીણમાં છતાં શિખરે રહે છે ઢાળ.

*

મને કેફ આ જિંદગીનો કહે છે :

હું દીઠા પછી યે રહસ્યો રહું છું !

અને આ જુઓ ખેલદિલીયે મારી,

હું પીધા પછી યે તરસ્યો રહું છું !

.

( રતિલાલ ‘અનિલ’ )

Share this

2 replies on “અલવિદા રતિલાલ ‘અનિલ’…”

  1. કવિશ્રી રતિલાલ ‘અનિલ’ હવે માત્ર શબ્દદેહે જ આપણી સાથે રહ્યાં…એમના દેહાવસાનથી એક કસાયેલ અને નિવડેલી કલમની ખોટ પડી…
    ઈશ્વર એમના આત્માને ચિરશાંતિસહ મોક્ષ પ્રદાન કરે એજ પ્રાર્થના…ગઝલપૂર્વક.
    -અસ્તુ.

  2. કવિશ્રી રતિલાલ ‘અનિલ’ હવે માત્ર શબ્દદેહે જ આપણી સાથે રહ્યાં…એમના દેહાવસાનથી એક કસાયેલ અને નિવડેલી કલમની ખોટ પડી…
    ઈશ્વર એમના આત્માને ચિરશાંતિસહ મોક્ષ પ્રદાન કરે એજ પ્રાર્થના…ગઝલપૂર્વક.
    -અસ્તુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.