Category Archives: કવિતા-સમગ્ર

બીજાને શું જીરવશું…-હિતેન આનંદપરા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, 

ભીતર  સર્જાતા  ચક્રવાતને  જીરવી  નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, 

પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ  કોઠે  પડી  હો  જેમને  એવા  ઘણા  લોકો

ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,

જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું  તરસ્યા  હતા  સાંનિધ્ય  જેનું  પામવા માટે,

ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?

હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા  સર્જકને  ત્રાંસી  આંખથી  જુએ જૂના સર્જક,

ઘણાં વ્રુક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

( હિતેન આનંદપરા )

સમયનો…ધૂળ ડમરીનો

સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે,

તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે.

પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી?

ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે.

પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ;

પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.

તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,

ત્યજી દે, મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.

ઉદાસીને તું જાણી લે, ઉદાસીથી રહીને દૂર…

બની ગમગીન ગ્લાનિનો પીછો કરવાનું છોડી દે.

તું રહેશે સ્થિર તો બ્રહ્માંડ તારી ચોતરફ ફરશે,

તું બિંદુ છે, સમષ્ટિનો પીછો કરવાનું છોડી દે.

તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

 

( ડો. રઈશ મનીઆર )

सफर में धूप तो होगी

सफर में धूप तो होगी जो चल सको तो चलो

सभी हैं भीड में तुम निकल सको तो चलो

किसी के वास्ते राहें कहाँ बदलती हैं

तुम अपने आप को खुद बदल सको तो चलो

यहाँ किसी को कोई रास्ता नहीं देता

मुझे गिरा के अगर तुम सँभल सको तो चलो

कहीं नहीं कोई सूरज धुवाँ धुवाँ है फिजा

खुद अपने आप से बाहर निकल सको तो चलो

यही है जिन्दगी कुछ ख्वाब चंद उम्मीदें

ईन्हीं खिलौनों से तुम भी बहल सको तो चलो

 

( निदा फाजली )

દુ:ખાન્ત એ નથી…

દુ:ખાન્ત એ નથી કે રાતની કટોરીને કોઈ જિંદગીના મધથી ભરી ન શકે અને વાસ્તવિકતાના હોઠ ક્યારેય એ શહદને ચાખી ન શકે-

દુ:ખાન્ત એ હોય છે જ્યારે રાતની કટોરી પરથી ચંદ્રમાની કલાઈ ઊતરી જાય અને એ કટોરીમાં પડેલી કલ્પના કડવી થઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે તમારી કિસ્મતમાં તમારા સાજનનું નામ-સરનામું વાંચી ન શકાય અને તમારી જિંદગીનો પત્ર હંમેશા ખરાબ દશામાં અહીં ત્યાં ફર્યા કરે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે તમારા પ્રિયજનને તમારી જિંદગીનો સમગ્ર પત્ર લખી લો અને પછી તમારી પાસેથી તમારા પ્રિયજનનું નામ-સરનામું ખોવાઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે જિંદગીના લાંબા રસ્તા પર સમાજનાં બંધન પોતાના કાંટા વેરતા રહે અને તમારા પગમાંથી આખી જિંદગી રક્ત વહેતું રહે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે લોહીલુહાણ પગથી એક એવી જગા ઉપર ઊભા હો જેની આગળ કોઈ રસ્તો તમને બોલાવતો ન હોય-

દુ:ખાન્ત એ નથી કે તમે તમારા ઈશ્કના ધ્રૂજતા શરીર માટે આખી જિંદગી ગીતોના પહેરણ સીવતા રહો-

દુ:ખાન્ત એ હોય છે કે એ પહેરણો સીવવા માટે તમારી પાસેથી વિચારોનો દોર ખોવાઈ જાય અને તમારી કલમ-સોયનું છિદ્ર તૂટી જાય…

 

( અમૃતા પ્રીતમ, અનુવાદ: જયા મહેતા )

दु:खान्त यह नहीं…

दु:खान्त यह नहीं होता की रात की कटोरी को कोई जिन्दगी के शहद से भर न सके और वास्तविकता के होंठ कभी उस शहद को चख न सकें-

दु:खान्त यह होता है जब रात की कटोरी पर से चन्द्रमा की कलई उतर जाए और उस कटोरी में पडी हुई कल्पना कसैली हो जाए-

दु:खान्त यह नहीं होता की आपकी किस्मत से आपके साजन का नाम-पता न पढा जाए और आपकी उम्र की चिट्ठी सदा रुलती रहे-

दु:खान्त यह होता है कि आप अपने प्रिय को अपनी उम्र की सारी चिट्ठी लिख लें और फिर आपके पास से आपके प्रिय का नाम-पता खो जाए-

दु:खान्त यह नहीं होता कि जिन्दगी के लंबे डगर पर समाज के बंधन अपने कांटे बिखेरते रहें और आपके पैरों में से सारी उम्र लहू बहता रहे-

दु:खान्त यह होता है कि आप लहू-लुहान पैरों से एक उस जगह पर खडे हो जाएं जिसके आगे कोई रास्ता आपको बुलावा न दें-

दु:खान्त यह नहीं होता कि आप अपने ईश्क के ठिठुरते शरीर के लिए सारी उम्र गीतों के पैहरन सीते रहें-

दु:खान्त यह होता है कि ईन पैरहनों को सीने के लिए आपके पास विचारों क धागा चुक जाए और आपकी कलम-सुई का छेद टूट जाए…

 

( अमृता प्रीतम )

दिल के हर दर्द की…

दिल के हर दर्द की दवा न ढूंढिये

दिल के हर दर्द को हवा न दीजिये

ऐसे किसी खास दर्द के संग संग

क्यों न जीना सीख लीजिये…

कुछ सवालों का कोई जवाब नहीं होता

कुछ का जवाब ढूंढना अच्छा नहीं होता

कुछ बातों का जिक्र अच्छा नहीं होता

या ईनके जिक्र से फायदा नहीं होता

ईसलिये मन के गहरे में उन्हें रहने दीजिये

दिल के हर दर्द की दवा न ढूंढिये…

दिल की बात न कहना कठिन है

बावले दिल पर भरोसा भी कठिन है

आंखो में उभरे आंसु छिपाना भी कठिन है

किंतु शिकायत किससे कितनी कीजिये

दिल के हर दर्द की दवा न ढूंढिये…

उम्मीद करते रहें कभी वह दिन आयेगा

मन के समेटे अंधेरो को समय मिटायेगा

सूखे आंसुओं की लकीरे वह पोंछेगा

और हमें हवा की तरहा उडना सिखायेगा

तब जिंदगी के हाथों जिंदगी सौंप दीजिये

दिल के हर दर्द की दवा न ढूंढिये

दिल के हर दर्द को हवा न दीजिये

( नंदिनी मेहता )

ખતવણી

“જો સવારના પહોરમાં

મને મસાલા ચા ન મળે

તો મારો દિવસ કદી ઊગતો નથી

ઓપરેશન થિયેટરમાં જાઊં છું

મરણશીલ કેટલાક દર્દીઓને

હું દવાઓ આપું છું

એમની પરિસ્થિતિ જોઈ માપીને

નક્કી કરવાનો પ્રયત્ન કરું છું

કે મારે એમને ઓકસિજન

આપવો કે નહીં

નાઈટ્રસ ઓકસાઈડ હેલોથેન

અને પેથિડિન

એમને માપસર આપું છું

ફરી ફરીને એમની નાડ તપાસું છું

માપું છું બ્લડપ્રેશર

ડાબા હાથની નસમાં

હું સેલાઈન આપું છું

જો અનિવાર્ય હોય તો

એમના જમણા હાથે લોહી ચઢાવું છું

આમ ને આમ વીતી જાય છે

સાંજ પહેલાંનો સમય

સાંજના જો હું શહેરમાં

એકાદ આંટો ન મારું

તો મને વિષાદ ઘેરી વળે છે

સાંજે સંગીત સાંભળું છું

અથવા નિંદાકૂથલીમાં પડું છું

અથવા મારા રૂમમાં એકલી

અભ્યાસ કરું છું

મધ્યરાત્રિએ મારી શૈયામાં

હું પડું છું સાવ એકલી

હું ઝંખું છું કે કોઈક હાથ આવે

અને મારા ચહેરાને સહેજ ઊંચકે

અને એના બે હોઠ મારા હોઠને ચૂમે

ઉત્કટ ચુંબન વિના મારી રાત કદી

ઊગતી નથી.”

( તસ્લીમા નસરીન )

સિયામિઝ ટ્વિન્સ

એક સિયામિઝ છે મારો જોડિયો

મારી સાથે જોડાયેલો

મારી સાથે જડાયેલો

 

ચીપકી ગયેલો બરોબર

મારી કરોડ સાથે.

 

બે પગ છે અમારે

બે હાથ છે અમારે

 

મારે ખાવી છે ખીચડી

તો તેને ખાવી છે સ્પેગેટી,

મારે લટાર મારવી છે

તો તેને પડ્યા રહેવું છે.

 

મારે સૂવું છે

તો તેને જાગવું

મારે જીવવું છે

તો તેને મરવું.

 

રાતે જ્યારે એ ઘોરે છે

ઘોર નગારાં જેવાં વાગે છે નસકોરાં

ને હું જાગતો રહું છું નિષ્પલક

થાય છે કે દાબી દઉં ગળું

 

હું તેને ચાહી શકતો નથી

નથી ધિક્કારી

મારું જીવવું છે દુષ્કર

તેના સહિત

તેના રહિત

 

એક સિયામિઝ છે મારો જોડિયો

ઘટ સાથે રે ઘડિયો

મારી સાથે જોડાયેલો

મારી સાથે જડાયેલો.”

 

( યજ્ઞેશ દવે )

કહે છે કે …

કહે છે કે

પગ મારા

ફૂલની પાંખડી નથી

ગુલાબી એ કોમળ નથી

ખરે જ, મને એવી કશી ખબર નથી.

કઠીન રસ્તે

ડગ્યા વગર

થાક્યા વગર

પોતાની કેડી ચાતરીને ચાલનારા

મક્ક્મ તો એ એવાં!!!

આંખ મારી નીલી નથી

સમુદ્ર શી ગહરી નથી

મીન શી કમનીય નથી

અરે રહો! મને એવી કશી ખબર નથી.

સ્વાભિમાનથી ચમકતી એ,

બુધ્ધિ-પ્રજ્ઞાએ આંજેલી,

માપ્યા કરે આખું જગત,

શરમ કેવી?

ઝુક્યા વગર-

અન્યાય પર તો ત્રાટકે એવી-

રંગ મારો ગુલાબી નથી

સંગેમરમર શો ચમકતો નથી

શરમને શેરડે રંગાયેલ નથી

શું કહો? મને એવી કશી જરૂર નથી

કાર્યરત શા મારા દિન

પરસેવાની મ્હેંકથી તો સુગંધાતો એ

સખત મહેનતને તડકે સૂકવેલો

એ તો પાકો-

શરીર મારું

નમણું નથી

લજામણી નથી

વસ્ત્રાલંકારોથી સુશોભિત નથી

સ્વનિર્મિત વ્યક્તિત્વની આભાએ સીંચાયેલું

આત્મવિશ્વાસે રંગાયેલું

સ્વભાન, સ્વમાનથી સોહાવેલું

ધનુષ્યની પણછ જેવું

દ્રઢ એ તો એવું-!!

હવે કહો!

અરે! સ્ત્રી હોવાનો તો ગર્વ મને-

( એષા )